<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની આગેવાનીમાં યોજાયુ નૂતનવર્ષ સ્‍નેહમિલન

રાજકોટ : રાજકોટ પヘમિ વિધાનસભા-૬૯ના  ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની આગેવાનીમાં વિધાનસભા-૬૯ વિસ્‍તારના પદાધિકારીઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ માટે ‘નૂતન વર્ષ સ્‍નહેમિલન'નું આયોજન કરવામાં આવ્‍યું હતું. દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના અવિરત સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં વિશેષ રૂપે યોજવામાં આવ્‍યો હતો. મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયા બાદ સંગીતની સુરાવલિઓ સાથે ઉપસ્‍થિત સૌનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે ઉપસ્‍થિત સૌ કાર્યકર્તાઓ અને અગ્રણીઓને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં સેવા અને સુશાસનના ૨૫ વર્ષની આ ગૌરવશાળી યાત્રા દરેક કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. સંગઠનની એકતા અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ થકી વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. આ સ્‍નેહમિલન સમારોહમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, શહેર પ્રમુખ ડો. માધવ દવે, મેયર ડો. નેહલ શુકલ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, પ્રદેશ કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ જોષીપુરા, પ્રતાપભાઈ કોટક, પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા સહિત વિવિધ વોર્ડના પ્રભારીઓ, પ્રમુખ-મહામંત્રીઓ, કોર્પોરેટરઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્‍યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવી હતી. સ્‍નેહ મિલન કાર્યક્રમનું સંચાલન મહામંત્રી લલીતભાઈ વાડોલીયાએ કર્યું હતું.

(4:01 PM IST)