News of Friday, 17th July 2026
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવા હોદેદારોઃ પ્રમુખ તરીકે રવિ ચોટાઇઃ માનદ સચિવ ભાવેશ મહેતા

રાજકોટઃ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની વર્ષ ૨૦૨૬-૨૭ની સ્થાપના સમારોહ ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહના હસ્તે રવિ ચોટાઈએ ક્લબના ૪૦મા પ્રમુખ તરીકે તથા ભાવેશ મહેતાએ માનદ સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે વર્ષ ૨૦૨૬-૨૭ની નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ હોદ્દાની જવાબદારી સંભાળી હતી. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
રામકળષ્ણ આશ્રમના પૂજ્ય સ્વામી વિજયેશાનંદજી મહારાજ, શ્રી ગૌરાંગ સંઘવી (ટ્રસ્ટી, કેન્સર હોસ્પિટલ), શ્રી મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), શ્રી સર્વાનંદ સોનવાણી (આર.કે. ગ્રૂપ), શ્રી પ્રશાંત વોરા (વિરાણી બહેરા-મૂંગા શાળા) તથા શ્રીમતી મીતલબેન કોટીચા શાહ (જોઈન્ટ એક્ઝિકયુટિવ ટ્રસ્ટી - પ્રોજેક્ટ લાઇફ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે આશિષ જોષી, સંયુક્ત સચિવ તરીકે ઈશિતા છોટાઈ, પ્રમુખ-નિયુક્ત તરીકે અપૂર્વ મોદી, ઇમિડિયેટ પાસ્ટ પ્રમુખ તરીકે જયદેવ શાહ, માનદ ખજાનચી તરીકે ડૉ. બંદિશ ઝાલા, ક્લબ ડિરેક્ટર તરીકે ડૉ. કાર્તિક સુતારિયા, વોકેશનલ સર્વિસ ડિરેક્ટર તરીક પરમ પુનાતર, કોમ્યુનિટી સર્વિસ ડિરેક્ટર તરીકે ઉર્વી દેસાઈ, એમએસપી ડિરેક્ટર તરીક રુશિત નથવાણી, યુથ સર્વિસ ડિરેક્ટર તરીક મિહિર નાગરેચા, ઇન્ટરનેશનલ સર્વિસ ડિરેક્ટર તરીકે અનુપ જોષી, ક્લબ કોમ્યુનિકેશન તરીક રવિ ગણાત્રા તેમજ સાર્જન્ટ-એટ-આર્મ્સ અને ક્લબ ન્યૂઝ એડિટર તરીકે ધ્રુવ કક્કડએ હોદ્દાની જવાબદારી સંભાળી હતી.
નવનિયુક્ત પ્રમુખ રવિ છોટાઈએ ક્લબના ૪૦મા વર્ષને સેવા, સમાજહિત અને નવી પહેલોના વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, પર્યાવરણ અને સમાજસેવાના ક્ષેત્રોમાં અસરકારક પ્રોજેક્ટો દ્વારા રોટરીના સૂત્ર ‘‘સ્વથી ઉપર સેવા''ને વધુ સાર્થક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે
(3:40 PM IST)










