<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

૪ રાજયોની એમ.એલ.સી.ની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને મોટુ મીડું : ડો. અનિલ પટેલ

બેલેટ પેપર પધ્‍ધતિમાં પણ કોંગ્રેસ સફળ નહીં: ભાજપ પ્રવકતા

રાજકોટ, તા. ર૯ : ચાર રાજ્‍યોના MLC ચુંટણીના પરિણામો અંગે ગુજરાત ભાજપાના મુખ્‍ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલએ જણાવેલ કે  દેશની પ્રજા રાહુલ ગાંધીની તમાશા કરવાની આદત અને અપરિપક્‍વતાને ઓળખી ચૂકી છે.ચાર રાજ્‍યોની બેલેટ પેપરથી થયેલી ૨૮ બેઠકોની MLC ચુંટણીમાં કોંગ્રેસને પરિણામમાં ‘શૂન્‍ય' મળ્‍યો છે. કોંગ્રેસ એકસપાયરી દવાના સ્‍ટોક જેવી બની ગઈ છે.

MLC ચુંટણીના પરિણામોએ દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી દીધું છે. કોંગ્રેસ શાસિત કર્ણાટક માં પણ કોંગ્રેસને મળેલી ‘૦‘ બેઠક કોંગ્રેસની નિષ્‍ફળતાનું પ્રમાણ છે. તેમ ડૉ. અનિલ પટેલ જણાવે છે.

(3:36 PM IST)