તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
કાલે મેડીકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા
રાજકોટમાં ૧ર કેન્દ્રો ઉપર પપ૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ, તા. રઃ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ બાદ મેડીકલ પ્રવેશ માટે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET) આવતીકાલે તા. ૩ ના લેવાશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ પરીક્ષા સંલગ્ન ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા તા. ૩ મે ના લેવાનારી મેડીકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા રાજકોટમાં પપ૬૮ સહિત દેશભરમાં રર લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયુ છે.
રાજકોટમાં ૧ર કેન્દ્રો ઉપર મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ સવારે ૧૧ થી એડમીટ કાર્ડ સાથે પ્રવેશ અપાશે. ૯:૩૦ પછી પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી નહી મળે.(
(12:02 PM IST)










