તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
નવરાત્રી ખરીદીની વિવિધ બજારોમાં રોનક
બજારોમાં ખેલૈયાઓની ચહલ પહલઃ ટ્રેડિશનલ ચણિયા-ચોળી સાથે અવનવી ડિઝાઇનના લાઇટીંગ - બેરિંગવાળા દાંડિયા અને કસ્ટમાઇઝડ ઘરેણાનો ક્રેઝ યુવાઓ નવરાત્રીની દરેક રાત્રી માટે અલગ લુક, કુંદન, મિરર વર્ક, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી તથા ફંકી એક્સેસરીઝ પસંદ કરી રહ્યા છે, જેથી બજારમાં નવીનતમ ટ્રેન્ડ્સની બોલબાલા

રાજકોટ તા.૩૦: નવરાત્રી નજીક આવતાં જ રાજકોટના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે. યુવતીઓમાં ચણિયા-ચોળી સાથે મેચિગ જ્વેલરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અવનવા ડિઝાઇનના દાંડિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રેડિશનલ દાંડિયાથી લઈને બેરિગવાળા, લાઈટવાળા અને બેરિગ સાથે લાઈટિગવાળા દાંડિયાની નવી નવી ડિઝાઇન બજારમાં જોવા મળી રહી છે. સાથે જ કલરફુલ ઓર્નામેન્ટ્સ, મિરર વર્ક, કુંદન, ઓક્સિડાઇઝ્ડ અને કોડીવાળી જ્વેલરીની પણ ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે હવે યુવાઓ નવરાત્રીના દરેક દિવસ માટે અલગ લુક અને અલગ સ્ટાઇલ પસંદ કરી રહ્યા છે.
રાજકોટમાં નવરાત્રીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને તેની અસર શહેરના બજારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. નવરાત્રી માટે ખરીદી કરવા લોકો બજારમાં ઉમટી રહ્યા છે, ત્યારે આ વખતે ખાસ કરીને દાંડિયા, ઓર્નામેન્ટ્સ અને ટ્રેડિશનલ જ્વેલરી યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. નવરાત્રી એટલે ગરબા, ચણિયા-ચોળી અને રંગબેરંગી પરંપરાગત લુક. પરંતુ સમય સાથે ગરબાની ફેશનમાં પણ સતત નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. યુવતીઓ હવે માત્ર એક જ પ્રકારની જ્વેલરી કે એક જ લુક પસંદ કરતી નથી, પરંતુ નવરાત્રીના અલગ અલગ દિવસ માટે અલગ સ્ટાઇલ તૈયાર કરી રહી છે.
દાંડિયાના ઉત્પાદક હર્ષ બોસમિયા કહે છે કે દાંડિયા બનાવવાનું કામ અમારા બાપ-દાદા વખતથી... અમારા દાંડિયા આખા ઇન્ડિયામાં જાય છે... એક્રેલિક, લાકડું, સ્ટીલ, લોખંડ એમ ઘણા બધા પ્રકારના દાંડિયા બનાવીએ છીએ. પરંપરાગત ટ્રેડિશનલ દાંડિયાથી લઈને બેરિગવાળા દાંડિયા, લાઈટવાળા દાંડિયા અને બેરિગ સાથે લાઈટિગવાળા દાંડિયા સુધીની વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે. ખાસ કરીને યુવાઓમાં સ્ટાઇલિશ અને અનોખા દાંડિયાની માંગ વધી છે. ગરબા રમતી વખતે માત્ર ડ્રેસ જ નહીં, પરંતુ હાથમાં રહેલા દાંડિયા પણ લુકનો એક ભાગ બની ગયા છે. જેના કારણે દાંડિયામાં પણ કલર, ડિઝાઇન અને લાઈટિગ જેવી બાબતોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ઓર્નામેન્ટ્સના બિઝનેસ સાથે જોડાયેલા સોનલબેન ચૌહાણ કહે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવો ટ્રેન્ડ આવ્યો છે. કલરફુલ ઓર્નામેન્ટ્સ, મિરર વર્ક, કુંદન, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને કોડીવાળા ઓર્નામેન્ટ્સ યુવતીઓમાં ખાસ પસંદગી બની રહ્યા છે. આ ઉપરાંત હેંગિગ ચશ્મા જેવી અલગ અને ફંકી એક્સેસરીઝનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગરબાના ડ્રેસ સાથે મેચિંગ નેકલેસ, ઈયરિગ્સ, બંગડીઓ, કમરબંધ અને માથા-ટિક્કા જેવી જ્વેલરીની પણ માંગ છે. ચણિયા-ચોળીનો રંગ અને ડિઝાઇન ધ્યાનમાં રાખીને યુવતીઓ તેની સાથે મેચિગ જ્વેલરી પસંદ કરી રહી છે. ચોટલીમાં પણ અનેક પ્રકારની વેરાયટી આવી છે. આ વખતે કસ્ટમાઇઝ સેટની ડિમાન્ડ ખુબ જ વધારે છે.
ખાસ વાત એ છે કે હવે નવરાત્રી માત્ર ગરબા રમવાનો તહેવાર નથી રહ્યો, પરંતુ ફેશન અને સ્ટાઇલનું પણ મોટું પ્લેટફોર્મ બની ગયો છે. યુવતીઓ દરેક રાત્રે અલગ કલરનો ડ્રેસ, અલગ જ્વેલરી અને અલગ એક્સેસરીઝ સાથે નવો લુક તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. દાંડિયામાં પણ ઉંમર પ્રમાણે અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. નાના બાળકો માટે હળવા, રંગીન અને સરળતાથી પકડી શકાય તેવા દાંડિયા જોવા મળી રહ્યા છે, જ્યારે યુવાઓ માટે સ્ટાઇલિશ, હેવી અને લાઈટિગવાળા દાંડિયાની રેન્જ બજારમાં ઉપલબ્ધ છે.
નવરાત્રી શરૂ થાય તે પહેલા જ રાજકોટના બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાના ડ્રેસથી લઈને જ્વેલરી અને દાંડિયા સુધી, દરેક વસ્તુમાં નવા ટ્રેન્ડ અને નવી ડિઝાઇન યુવાઓને આકર્ષી રહી છે. એટલે આ વખતે રાજકોટના ગરબાના મેદાનમાં માત્ર ગરબાના તાલ જ નહીં, પરંતુ અવનવા દાંડિયા, કલરફુલ ઓર્નામેન્ટ્સ અને ટ્રેડિશનલ જ્વેલરીથી યુવાઓનો સ્ટાઇલિશ અંદાજ પણ જોવા મળશે
(3:50 PM IST)










