<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ગુજરાતે વખાણેલી, રાજકોટે માણેલી, સહિયર નવરાત્રી - રેડી ટુ રોક

સંગીત, સુર અને તાલનો સર્વોત્તમ મહાકુંભઃ ‘સહિયર નવરાત્રી'માં આ વર્ષે ખેલૈયાઓ અનોખા અંદાજમાં ઝૂમશે : નવામ નકોર ગીતો, ઝીણવટભરી સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ અને આકર્ષક રોશનીથી ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં વખણાતી ગુજરાતની નવરાત્રીમાં હંમેશા રાજકોટની સહિયર નવરાત્રી ગુજરાતી વિશ્વ માટે નોંધપાત્ર રહી ોવાનું યાદીમાં જણાવાયું છે.

૨૫ વર્ષની અપ્રતિમ સફળતા બાદ ૨૬ માં વર્ષે પણ આયોજન ની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે સહિયરના પ્રેસિડેન્‍ટ શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા સાથે ટિમ ચંદુભા પરમાર, કળષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, ક્રિષ્‍નપાલસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા, સમ્રાટભાઈ ઉદ્દેશી, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, જેન્‍તીભાઇ ઝાલા, રાહુલસિંહ ઝાલા, જતીનભાઈ આડેસરા, યુવરાજસિંહ ચુડાસમા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, નરેન્‍દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્‍ખર, દીપકસિંહ જાડેજા, અભિષેક અઢિયા, ભરતભાઈ વ્‍યાસ, કરણભાઈ આડતિયા, રવિભાઈ આડેસરા, સુશીલભાઈ ફીચડીયા, ધવલભાઈ નથવાણી, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુક્‍લ, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, રવિભાઈ આડેસરા, સ્‍વ. રૂપેશભાઈ દત્તાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, મિતભાઈ વેડિયા, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, સંજયભાઈ ઘાડીયા અને શૈલેષભાઈ પંડ્‍યા સહિતના આયોજકો મહેનત કરી રહ્યા છે.

સહિયર માં અદભૂત ડેકોરેશન સર્જવા, ટ્રેન્‍ડિંગ ગીતો સાથે ગાયકો નવી રજુઆતથી ખેલૈયાઓને ડોલાવવા અને સહિયરના હાર્દ સમી સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ, બધા જ મુદ્દાઓ પર ટીમ કાર્યરતહોવાનું યાદીમાં જણાવાયું છે.

સહિયર રાસોત્‍સવને એમઆઇ પૂજારા, વીડા પાવર્ડ બાય હીરો, કોકાકોલાનો સહયોગ મળ્‍યાનું યાદીમાં જણાવાયું છે. કેન્‍ટીનમાં અભિ કેટરર્સ અને ઝાફ'સ ટીનો પણ સહયોગ મળેલ હોવાનું યાદીમાના અંતમાં જણાવાયું છે.

(10:38 AM IST)