News of Thursday, 25th June 2026
કેનન ઇન્ડિયા દ્વારા શનિ-રવિ આર્ટ ગેલેરી ખાતે ‘નેચર ફ્રેમ્સ' વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શન
૧૦૦થી વધુ ફોટોગ્રાફરોની તસ્વીરોનું અદ્દભુત પ્રદર્શન : નિઃશુલ્ક એન્ટ્રી

રાજકોટ : પ્રખ્યાત કેમેરા બ્રાન્ડ કેનન ઇન્ડિયા દ્વારા આગામી ર૭ અને ર૮ જૂન (શનિ-રવિ) સવારે ૧૧ થી સાંજના ૭ સુધીડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ‘નેચર ફ્રેમ્સ એકઝીબીશન' નામના વિશિષ્ટ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય પ્રદર્શનમાં ગુજરાતના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો દ્વારા લેવામાં આવેલી ૧૦૦થી વધુ અદ્દભુત તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે. આ તસ્વીરો વિશ્વના વિવિધ જંગલો અને કુદરતી આવાસોમાં વસતા વન્યજીવોની અનોખી ક્ષણોને દર્શાવે છે. જે મુલાકાતીઓને કુદરતની વૈવિધ્યસભર સુંદરતાનો નજીકથી પરિચય કરાવશે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ગુજરાતના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સમુદાયની પ્રતિભા, સમર્પણ અને મહેનત માન્યતા આપવાનો છે. સાથે જ ફોટોગ્રાફરોને તેમના ઉત્કૃષ્ટ કાર્યને પ્રદર્શિત કરવા માટે એક સશકત મંચ પૂラરું પાડવાનો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રદર્શન સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૭ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. કેનન ઇન્ડિયા તરફથી રાજકોટ અને આસપાસના વિસ્તારોના તમામ નાગરિકોને આ અનોખા પ્રદર્શનની મુલાકાત લઇ વિશ્વભરમાં જંગલોની ઝલક માણવા તેમજ ગુજરાતના પ્રતિભાશાળી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરોના સર્જનાત્મક કાર્યને નજીકથી નિહાળવા આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં કેનન ડીલર શાહભાઇ (બોસ) (મો. ૯૮રપ૧૯પ૮૯પ), કેનન ઇન્ફલુએન્સર તપન શેઠ, કેનન એકસપ્લોરર પિન્કેશ તન્ના, ફોટોગ્રાફર કલબ રાજકોટના શમશેરસિંહ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:49 PM IST)










