તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૧ મી જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા, પરીક્ષા નિયામક ડો. ધીરેનભાઈ પંડ્યા, ભવનોના અધ્યક્ષશ્રીઓ - અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
(2:12 PM IST)










