તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭માં યુનિવર્સિટીઓની ભૂમિકા' વિષય પર રાષ્ટ્રીય સેમિનાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ભૌતિકશાષા ભવન અને ઇલેક્ટ્રોનિક્સ ભવન તેમજ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ (KCG) નાં સંયુક્ત ઉપક્રમે (વિકસિત ગુજરાત ૨૦૪૭: ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી અને AI દ્વારા વિકાસ) વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિ વિશેષ અને વક્તા તરીકે પ્રખ્યાત અર્થશાષાી અને ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ, પ્રોફેસર ડૉ. ભગવતી પ્રકાશ શર્મા એ હાજરી આપી હતી. સાથેજ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા, રાષ્ટ્રીય સેમિનારનાં કન્વીનર ડૉ. નિકેશ શાહ તથા કન્વીનર અને BOM નાં સભ્ય ડૉ. મહેશ જીવાણી તેમજ નોડલ ઓફિસર તરીકે પ્રોફેસર ડૉ. રાજા કાથડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇવેન્ટ કો-ઓર્ડિનેટર્સ ડૉ. પીયૂષ સોલંકી અને ડૉ. હરિકળષ્ણ પરીખ તેમજ અધ્યાપકો ડૉ. આશિષ રાવલિયા અને સંજય પંડ્યા ઉપસ્થિત રહ્યા. સમગ્ર સેમીનારને સફળતા અપાવવામાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. એ.કે. જાડેજાના પ્રયાસો, કાર્યક્રમના કન્વીનર્સ પ્રોફેસર નિકેશ શાહ અને મહેશ જીવાણી તેમજ નોડલ ઓફિસર પ્રો. રાજા કાથડ નું કુશળ માર્ગદર્શન તથા રિસર્ચ સ્કોલર્સની ટીમ સર્વશ્રી ચિંતન પંચાસરા, મેહુલ પરમાર, ઇન્દ્રજીતસિંહ, ઉદય કરેલીયા, દેવરાજ ચોપડા, મકવાણા હિંમતભાઈ, માનસી પવાર, ખુશી દોશી, દીપેન જોતવા, કશ્યપ ચૌહાણ, વર્તિકા બાવળીયા, પલક ચાંદેગરાની મહેનત નિર્ણાયક બની રહી હતી
(2:48 PM IST)










