તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
કૈલાસધારામાં એક મહિનાના રોહિતનું બેભાન થઇ જતાં મોત
નેપાળી પરિવારમાં લાડકવાયાના મોતથી અરેરાટી

રાજકોટ તા. ૭: રૈયા રોડ પર કૈલાસધારા સોસાયટી-૩માં રહેતાં નેપાળી રમેશભાઇ ધનાડીનો દિકરો રોહિત (ઉ.૧ મહિનો) સવારે બેભાન થઇ જતાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બાળકને હૃદયની તકલીફ હોવાનું સગાએ કહ્યું હતું. તે બે ભાઇમાં નાનો હતો. પિતા હોટેલમાં નોકરી કરે છે.
(3:29 PM IST)










