<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

એઈમ્‍સ રાજકોટ ખાતે હાડકાના કેન્‍સર વિષયક યોજાઇ રાષ્‍ટ્રીય સ્‍તરની સી.એમ.ઈ.

ઓર્થોપેડિક ઓન્‍કોલોજી ક્ષેત્રના અગ્રણી નિષ્‍ણાતો એઈમ્‍સના મંચ પર એકત્રિત : મસ્‍કયુલોસ્‍કેલેટલ ટયુમરના નિદાન, બાયોપ્‍સી અને લિમ્‍બ સેલ્‍વેજ સર્જરી અંગે વૈજ્ઞાનિક ચર્ચા

રાજકોટ : અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્‍થા (એઈમ્‍સ), રાજકોટના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ઓર્થોપેડિક ઓન્‍કોલોજી (હાડકાના કેન્‍સર) વિષય પર સતત તબીબી શિક્ષણ (કાઉન્‍ટીંગ મેડીકલ એજયુકેશન સીએમઇ) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દેશના અગ્રણી ઓર્થોપેડિક ઓન્‍કોલોજી નિષ્‍ણાતો, ઓર્થોપેડિક સર્જન, કેન્‍સર નિષ્‍ણાત, રેસિડેન્‍ટ ડોક્‍ટરો તેમજ મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્‍ય હેતુ મસ્‍કયુલોસ્‍કેલેટલ ટયુમર (હાડકાં અને તાાયુ સંબંધિત ગાંઠ અને સમયસર નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ, નવીન વૈજ્ઞાનિક અભિગમ તેમજ ક્‍લિનિકલ અનુભવોના આદાન-પ્રદાન દ્વારા દર્દીઓને વધુ ગુણવત્તા સભર સારવાર ઉપલબ્‍ધ કરવાનો હતો. આ સાથે દર્દી સેવા, તબીબી શિક્ષણ અને સંશોધન પ્રત્‍યે એઈમ્‍સ રાજકોટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ વિષયો પર વૈજ્ઞાનિક ચર્ચા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ઓર્થોપેડિક્‍સ વિભાગના વડા ડો. કુલભૂષણ કમ્‍બોજના સ્‍વાગત સંબોધનથી થઈ હતી. ત્‍યારબાદ સી.એમ.ઈ.નું ઔપચારિક ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. ઉદ્ધાટન સમારોહમાં એઈમ્‍સ રાજકોટના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર ડો. એલ. એન. દોરાયરાજન, ડીન (સંશોધન) ડો. (કર્નલ) અશ્વિની અગ્રવાલ તથા મેડિકલ સુપરિન્‍ટેન્‍ડન્‍ટ ડો. પિન્‍કી એસ. કે. સાહૂ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના સંબોધનમાં દર્દીઓને વિશ્વસ્‍તરીય અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્‍ધ કરાવવા માટે સતત તબીબી શિક્ષણ, આંતર વિભાગીય સંકલન, સંશોધન તથા પુરાવા આધારિત સારવાર પદ્ધતિઓની મહત્‍વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકયો હતો. કાર્યક્રમના વૈજ્ઞાનિક સત્રોમાં ઓર્થોપેડિક ઓન્‍કોલોજીના અગ્રણી નિષ્‍ણાત ડો. અક્ષત ગુપ્તા, ડો. પ્રતિક સિહાગ, ડો. જયમીન શાહ, ડો. અશ્વિન પ્રજાપતિ અને ડો. મંદીપ શાહ દ્વારા વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો પર વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં ઓર્થોપેડિક ઓન્‍કોલોજીના મૂળભૂત સિદ્ધાંતો, મસ્‍કયુલોસ્‍કેલેટલ ઇમેજિંગ, બાયોપ્‍સીની યોગ્‍ય પદ્ધતિનું જીવંત પ્રદર્શન, પેથોલોજિકલ ફ્રેક્‍ચર અને જાયન્‍ટ સેલ ટયુમરના અસરકારક સંચાલન તેમજ લિમ્‍બ સેલ્‍વેજ સર્જરી ક્ષેત્રે થયેલ નવીન પ્રગતિ અંગે વૈજ્ઞાનિક વ્‍યાખ્‍યાનો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ સી.એમ.ઈ.માં રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઓર્થોપેડિક સર્જન, ઓન્‍કોલોજિસ્‍ટ તથા અન્‍ય તબીબોએ સક્રિયપણે ભાગ લીધો હતો. કાર્યક્રમને ઇન્‍ડિયન મસ્‍કયુલોસ્‍કેલેટલ ઓન્‍કોલોજી સોસાયટી તેમજ ઓર્થોપેડિક સોસાયટી રાજકોટનો મહત્‍વ પૂર્ણ સહયોગ પ્રાપ્‍ત થયો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે જણાવ્‍યું હતું કે, આવી શૈક્ષણિક પહેલ દ્વારા એઈમ્‍સ રાજકોટ કેન્‍સર સારવાર ક્ષેત્રમાં ગુણવત્તાયુક્‍ત દર્દી સેવા, આધુનિક અને પુરાવા આધારિત તબીબી સારવાર, ઉચ્‍ચ કક્ષાનું તબીબી શિક્ષણ તથા સંશોધનને સતત પ્રોત્‍સાહન આપી રહ્યું છે. સાથે જ આરોગ્‍ય ક્ષેત્રના વ્‍યાવસાયિકોને જ્ઞાનવર્ધક, કૌશલ્‍ય વિકાસ અને દર્દી - કેન્‍દ્રિત સારવારને વધુ સશકત બનાવવાની પોતાની પ્રતિબધ્‍ધતાને વધુ મજબુત બનાવી રહ્યુ છે

(4:20 PM IST)