<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

‘નેક્‍સ્‍ટ જનરેશન સિક્‍વેન્‍સિંગ' અને ‘બાયોઇન્‍ફોર્મેટિક્‍સ' પર રાષ્ટ્રીય હેન્‍ડ્‍સ-ઓન વર્કશોપનો પ્રારંભ

રાજકોટ ખાતે ક્‍લિનિકલ વાયરોલોજી વર્કશોપમાં રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૫ વૈજ્ઞાનિકો અને નિષ્‍ણાંતો તાલીમમાં જોડાયાઃ ડો.દોરાયરાજનના હસ્‍તે ઉદ્‌ઘાટન : જિનોમિક સિક્‍વન્‍સીંગ આજે કિલનિકલ વાયરોલોજીનું અભિન્‍ન અંગ બની ગયેલ છેઃ કર્નલ અશ્વિની અગ્રવાલ : નેક્‍સ્‍ટ જનરેશન સીકવન્‍સીંગ અને જિનોમિક ટેકનોલોજી આધુનિક આરોગ્‍ય સેવામાં મોટું પરિવર્તન લાવી રહી છેઃ ડો.દોરાયરાજન

રાજકોટઃ ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સિસ (એઈમ્‍સ), રાજકોટના વાયરલ રિસર્ચ એન્‍ડ ડાયગ્નોસ્‍ટિક લેબોરેટરી (વીઆરડીએસ) તથા ક્‍લિનિકલ માઇક્રોબાયોલોજી અને ઇન્‍ફેક્‍શિયસ ડિસીઝ વિભાગ દ્વારા ઇન્‍ડિયન સોસાયટી ઓફ ક્‍લિનિકલ વાયરોલોજી (ISCV)ના સહયોગથી ક્‍લિનિકલ વાયરોલોજીમાં નેક્‍સ્‍ટ જનરેશન સિક્‍વેન્‍સિંગ (NGS) અને બાયોઇન્‍ફોર્મેટિક્‍સ વિષયક ચાર દિવસીય રાષ્ટ્રીય હેન્‍ડ્‍સ-ઓન વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ૨૫થી ૨૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ તાલીમ કાર્યક્રમનો હેતુ ચેપી રોગોના નિદાન, જિનોમિક સર્વેલન્‍સ અને રોગચાળાની તૈયારી માટે દેશની વૈજ્ઞાનિક ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે.

વર્કશોપનું ઉદ્ધાટન એઈમ્‍સ રાજકોટના કાર્યકારી નિયામક ડો. એલ. એન. દોરાયરાજન ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ડો. સંજય ગુપ્તા (ડીન એકેડેમિક્‍સ), ડો. સિમ્‍મી મહેરા (ડીન પરીક્ષા) તેમજ ડો. (કર્નલ) અશ્વિની અગ્રવાલ (ડીન રિસર્ચ, વિભાગાધ્‍યક્ષ અને ઓર્ગેનાઇઝિગ ચેરપર્સન) ઉપસ્‍થિત રહ્યા હતા.

ઉદ્ધાટન પ્રસંગે ડો. દોરાયરાજને જણાવ્‍યું હતું કે નેક્‍સ્‍ટ જનરેશન સિક્‍વેન્‍સિંગ અને જિનોમિક ટેક્રોલોજી આધુનિક આરોગ્‍યસેવામાં મહત્‍વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે. તેમણે ક્‍લિનિકલ પ્રેક્‍ટિસ, સંશોધન અને જાહેર આરોગ્‍યમાં આ ટેક્રોલોજીના અસરકારક ઉપયોગ માટે કુશળ માનવસંસાધન વિકસાવવાની આવશ્‍યકતા પર ભાર મૂક્‍યો હતો.

વર્કશોપને દેશભરમાંથી ઉત્‍સાહજનક પ્રતિસાદ મળ્‍યો હતો. સ્‍પર્ધાત્‍મક પસંદગી પ્રક્રિયા બાદ દેશની અગ્રણી મેડિકલ કોલેજો, સંશોધન સંસ્‍થાઓ તથા વાયરલ રિસર્ચ એન્‍ડ ડાયગ્નોસ્‍ટિક લેબોરેટરીઓ (વીઆરડીએસ)માંથી ૨૫ પ્રતિભાગીઓની પસંદગી કરવામાં આવી છે.

પ્રતિભાગીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્‍થાન, આંધ્ર પ્રદેશ, મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, આસામ, દિલ્‍હી, જમ્‍મુ-કાશ્‍મીર તેમજ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આવ્‍યા છે.

ડો. (કર્નલ) અશ્વિની અગ્રવાલે જણાવ્‍યું હતું કે જિનોમિક સિક્‍વેન્‍સિંગ આજે ક્‍લિનિકલ વાયરોલોજીનું અભિન્ન અંગ બની ગયું છે. રોગચાળાની તપાસ, વાયરસના ઉત્‍ક્રાંતિ અભ્‍યાસ, એન્‍ટીમાઇક્રોબિયલ રેઝિસ્‍ટન્‍સની દેખરેખ અને નવા ચેપી રોગોની જિનોમિક સર્વેલન્‍સ માટે આ ટેક્રોલોજી અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. તેમણે જણાવ્‍યું કે આ પ્રકારની હેન્‍ડ્‍સ-ઓન તાલીમ દેશની પ્રયોગશાળાઓની ક્ષમતામાં ગુણાત્‍મક વધારો કરશે.

વર્કશોપનું સંકલન ડો. અભિષેક પાઘી (ઓર્ગેનાઇઝિગ સેક્રેટરી) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમને ડો. અનિલ ચૌધરી (જોઇન્‍ટ ઓર્ગેનાઇઝિગ સેક્રેટરી), ડો. મયુરી ભિસે (ટ્રેઝરર) તેમજ વિભાગના ફેકલ્‍ટી સભ્‍યો, રેસિડન્‍ટ્‍સ અને ટેક્રિકલ સ્‍ટાફનો સહયોગ મળી રહ્યો છે.

જમ્‍મુ અને કાશ્‍મીરના ગવર્નમેન્‍ટ મેડિકલ કોલેજ, ઉધમપુરના વીઆરડીએસના પ્રતિભાગી ડો. ઋત્‍વિજે જણાવ્‍યું હતું કે આ વર્કશોપમાં સિદ્ધાંત અને પ્રાયોગિક તાલીમનું ઉત્તમ સંતુલન જાળવવામાં આવ્‍યું છે. ન્‍યુક્‍લિક એસિડ એક્‍સ્‍ટ્રેક્‍શનથી લઈને બાયોઇન્‍ફોર્મેટિક્‍સ અને ક્‍લિનિકલ ઇન્‍ટરપ્રિટેશન સુધી સમગ્ર ફઞ્‍લ્‍ વર્કફલોની વ્‍યવસ્‍થિત તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

આગામી દિવસોમાં પ્રતિભાગીઓને સઘન પ્રાયોગિક લેબોરેટરી તાલીમ, ઇન્‍ટરએક્‍ટિવ ચર્ચાઓ અને બાયોઇન્‍ફોર્મેટિક્‍સ સત્રો દ્વારા આધુનિક મોલેક્‍યુલર ડાયગ્નોસ્‍ટિક્‍સની ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં જિનોમિક ડાયગ્નોસ્‍ટિક્‍સ, મોલેક્‍યુલર સર્વેલન્‍સ અને ક્ષમતાવર્ધનને નવી દિશા આપશે.

વર્કશોપનો સમાપન ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ યોજાનાર ફોર્થ નેશનલ ‘‘સીએમઈ'' ઓન વર્લ્‍ડ હેપેટાઈસ ડે  સાથે થશે, જેમાં દેશના અગ્રણી નિષ્‍ણાતો વાયરલ હેપેટાઇટિસ અને જિનોમિક મેડિસિન ક્ષેત્રે થયેલા તાજેતરના વિકાસ અંગે માર્ગદર્શન આપશે. તેમ એક યાદીમૉ જણાવાયું છે

(2:43 PM IST)