તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા : સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રથમ આવેલ શાખાઓ ભાગ લેશે
હિન્દી-સંસ્કૃતમાં રાષ્ટ્રભાવના સભર ગીતોની પ્રસ્તુતિ થશે : વિજેતાઓને સ્મૃતિચિન્હ અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર

રાજકોટ તા. ૧૧ : ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી તા.૧૩ ના રવિવારે રાજકોટ ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાખાઓમાં યોજાયેલી સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટીમો આ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ રવિવારે સવારે ૯.૩૦ કલાકે સેવા ભારતી ભવન, અમૂલ સર્કલ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે યોજાશે. ઉદ્દઘાટન પ્રસંગે રામકળષ્ણ આશ્રમના વ્યવસ્થાપક સ્વામી મેઘજાનંદજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે
જયારે પુરસ્કાર વિતરણ સમારોહ બપોરે ૩ કલાકે યોજાશે. આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. સૌરાષ્ટ્ર પ્રાંતની આશરે ૨૩ શાખાઓમાં યોજાયેલી શાખા કક્ષાની સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટીમો હિન્દી અને સંસ્કળત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત દેશભક્તિપૂર્ણ ગીતોની રજૂઆત કરશે.
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા માત્ર સંગીતની સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. પરંતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, અનુશાસન, ટીમવર્ક, સંસ્કાર અને દેશપ્રેમની ભાવના વિકસાવતું એક વિશિષ્ટ સંસ્કારલક્ષી અભિયાન છે. સમૂહમાં એકસાથે ગાન કરવાથી વિદ્યાર્થીઓમાં પરસ્પર સહયોગ, એકતા અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસે છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી મનેશભાઈ માદેકા - ચેરેમેન રોલેકસ બેરિંગ, શ્રી ઉદયભાઈ કાનગડ- ધારાસભ્ય, જગદીશભાઈ કોટડીયા- ચેરમેન ફાલ્કન ગ્રુપ, દિનેશભાઈ પાઠક - ચેરમેન રાજકોટ નાગરિક સહકારી બેંક તથા હરિસિંંહ સુચારીયા - ચેરમેન સેન્ડી હોમ એપ્લાયન્સીસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
સમગ્ર કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના રિજિયોનલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ પ્રફુલ ગોસ્વામી, મહાસચિવ, હરિભાઇ પરમાર, ટ્રેઝરર જેઠસુરભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે.
પ્રાંત સમુગાન સ્પર્ધાના સંયોજક જયંતભાઈ દુધાત્રા તથા સહ-સંયોજકો રમેશભાઈ લાઠીયા અને વિશાલભાઈ બાલાસરા તેમજ રાજકોટ મહાનગર બીવીપી કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય કામગીરી કરી રહ્યા છે.
આ કાર્યક્રમના યજમાન રણછોડનગર શાખા- અધ્યક્ષ શૈલેષભાઈ રામાણી તથા સચિવ સુરેશભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવાસ્થા કરવામાં આવી રહી છે. બહારથી આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તા અને ભોજન સહિતની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પર્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. જ્યારે વિજેતા ટીમોને સ્મળતિચિન્હ (મોમેન્ટો) આપી સન્માનિત કરવામાં આવશે.
આ સમગ્ર રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંતની કારોબારી સમિતિના સભ્યો તેમજ રાજકોટ મહાનગરની આનંદનગર, નટરાજનગર, રણછોડનગર, શ્રધ્ધાપાર્ક, રામકળષ્ણનગર અને મવડીનગર શાખાના હોદેદારો તથા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને રાષ્ટ્રીય એકતાના સંદેશથી સભર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ભારત વિકાસ પરિષદ - સૌરાષ્ટ પ્રાંત દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભારત વિકાસ પરિષદ - સૌરાષ્ટ પ્રાંતના હોદેદારો સર્વશ્રી પ્રફુલભાઇ ગોસ્વામી, કરશનભાઇ મેતા, જયંતભાઇ દુધાત્રા, બકુલભાઇ દુધાત્રા, ધર્મેશભાઇ ઝાલાવડીયા, પ્રવિણભાઇ ગરસર, રમેશભાઇ દત્તા, સુરેશભાઇ વ્યાસ, દિવ્યેશભાઇ સતાસીયા, ભરતભાઇ લીંબાસીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:20 PM IST)










