તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે નરશીભાઇ સોજીત્રા : પક્ષના નેતા પારૂલબેન
મુખ્ય પાંચ પદાધિકારીઓ પૈકી ર કોળી, ર પાટીદાર, ૧ ભરવાડ

રાજકોટ, તા ૨૫: જિલ્લા પંચાયતમાં ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થયા બાદ આજે બાકીના ત્રણ મુખ્ય હોદ્દેદારો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે .સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષ પદે જેતપુર વિસ્તારના પેઢલાના સભ્ય નરશીભાઇ સોજીત્રાને જાહેર કરવામાં આવ્યા છે.
પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે ઉપલેટાના સુપેડી વિસ્તારના કડવા પાટીદાર સભ્ય પારુલબેન કણસાગરા તથા દંડક તરીકે જસદણ પંથકના અમરશીભાઈ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કારોબારી સમિતિના અધ્યક્ષ વિધિવત રીતે હવે પછી ચુટાશે.
પાર્ટી એ જ્ઞાતિનું સંતુલન જાળવવા પ્રયાસ કર્યો છે પ્રમુખ પદ ચુવાડીયા કોળીને ઉપપ્રમુખ પદ ભરવાડ સમાજને આપ્યું છે. લેઉવા પટેલને કારોબારી સમિતિ તથા કડવા પટેલને નેતા પદ અપાયું છે. દંડક તરીકે તળપદા કોળી સમાજના સભ્ય આવ્યા છે. કુલ ચાર પાંચ હોદ્દેદારો પૈકી એક મહિલા છે.
(3:25 PM IST)










