તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
શનિવારે નારી વંદના સેમિનારઃ મહિલા વકીલો સાથે નવ વકીલ કોર્પોરેટરોનું સન્માન કરાશે
રાજકોટ બાર.એસો. દ્વારા ૨૫ વર્ષની વકીલાત કરનાર મહિલા વકીલોના સન્માન સમારોહનું આયોજનઃ એડવોકેટની ડીગ્રી ધરાવતા કોર્પોરેટરોનું અદકેરૂ સન્માન કરાશેઃ ગુજરાતના તજરી વકીલો સેમિનારમાં કાનુની વિષયો ઉપર માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટ બાર એસોસિએશન દ્વારા તારીખ ૨૮/૧૧/૨૦૨૬, શનિવારના રોજ અટલ બિહારી બાજપાઈ હોલ ૨૫ વર્ષથી વકીલાત ક્ષેત્રમાં યોગદાન આપતી મહિલા ધારાશાષાીના સન્માન નારી વંદના કાર્યક્રમનું આયોજન બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ કે જાડેજા, જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેજરર પ્રગતિ માકડીયા અને લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને કાયદાના નિષ્ણાંત દ્વારા ડિજિટલ એવિડન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ (એ.આઇ.) અને મહિલાના કાયદા ઉપર નિષ્ણાંત જ્ઞાન દ્વારા અદકેરુ સન્માન કાર્યક્રમ અને સેમિનાર યોજવામાં આવસે.
છેલ્લા બે વર્ષથી રાજકોટ બાર એસોસીએશન સમગ્ર ગુજરાતમાં સેમિનારો અને અન્ય કાર્યક્રમો કરવામાં અગ્રસરે રહેલ છે અને રાજકોટના વકીલો અને આધુનિક કાનૂની ક્ષેત્રનો અલગ અલગ સેમિનારો કરી નિષ્ણાતો દ્વારા જ્ઞાન આપેલ છે ગુજરાતના નામાંકિત તજજ્ઞો દ્વારા અલગ-અલગ જ્ઞાન પીરસવામાં આવશે. છેલ્લા બે દિવસ રજીસ્ટ્રેશન હોય બાકી રહેતા તમામ વકીલોને સંખ્યાની દ્રષ્ટીએ રજીસ્ટ્રેશન કરાવી લેવું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુકલ(મેયર) પરેશભાઈ ઠાકર, કિશનભાઈ ટીલવા, ઘનશ્યામભાઈ હેરભા, રક્ષિતભાઈ કલોલા, મનીષભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ ડવ, કૌશિકભાઈ ટાંક, જયરાજસિંહ જાડેજાનું વિશિષ્ટ સન્માન.
આ ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનનું નામ રોશન કરનાર અને કોર્પોરેટર જેવી મહત્વની ચૂંટણીમાં વિજેતા બનેલ નામાંકિત નવથી વધુ એડવોકેટ અને કોર્પોરેટરનું વિશિષ્ટ સન્માન યોજવામાં આવેલ છે અને દરેક વકીલ કોર્પોરેટરને વિશિષ્ટ અસંખ્ય વકીલની હાજરીમાં સન્માન કરવાનું પ્રથમ જસ રાજકોટ બાર એસોસિએશન મેળવશે. આ ત્રિવેણીસંગ કાર્યક્રમ બાદ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે વહેલા તે પહેલાના ધોરણે આ કાર્યક્રમ નામ નોંધણી કરવા માટે લાઈબ્રેરીમાં તુષારભાઈ પાસે કરાવવાની રહેશે.
આ ત્રિવેણી કાર્યક્રમ રુપી સેમિનાર નારી વંદના તથા એડવોકેટ કોર્પોરેટરનું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ તડામાર તૈયારી આયોજન સફળ બનાવવા કારોબારી સભ્યો હિરલબેન જોશી, નિશાબેન લુણાગરિયા, મીનલબેન સોનપાલ, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, દીપ વ્યાસ તેમજ કો-મેમ્બર રક્ષાબેન ઉપાધ્યાય તથા બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલની જાગળતતા અને સહયોગથી તમામ દ્વારા તમામ વકીલોને વિકસિત કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે.
(3:07 PM IST)










