તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ગરબે ઘૂમતી દિકરીઓની સુરક્ષા માટે ‘નારી સુરક્ષા સમિતિ' મેદાને
નવરાત્રીથી શરદ પૂર્ણિમા સુધી ઈમરજન્સી હેલ્પલાઈન કાર્યરતઃ છેડતી કે અસુરક્ષા સામે ત્વરિત એક્શન લેવા મહિલા-પુરુષ સભ્યોની વિશેષ ટીમો તૈનાત

રાજકોટઃ આદ્યશક્તિની આરાધનાનો મહાપર્વ નવરાત્રી એટલે આપણી બહેન-દીકરીઓ માટે ભક્તિ, ઉલ્લાસ અને ગરબે ઘૂમવાનો અનેરો ઉત્સવ. પરંતુ આ આનંદની ક્ષણો વચ્ચે દીકરીઓની સુરક્ષા સાથે રજ માત્ર પણ સમાધાન ન થાય તે માટે અખિલ ગુજરાત રઘુવંશી સમાજ દ્વારા એક અત્યંત સરાહનીય અને સમાજઉપયોગી પહેલ કરવામાં આવી છે. જ્યાં દીકરી સુરક્ષિત, ત્યાં સમાજ સશક્ત ના નિર્ધાર સાથે એજીઆરએસ દ્વારા ‘નારી સુરક્ષા સમિતિ'નું ગઠન કરી, મહિલા અને પુરુષ સભ્યોની વિશેષ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ સમિતિ ઇમરજન્સી ૧૦૮ સેવાની જેમ સતત તૈનાત રહીને તાત્કાલિક સહાય પૂરી પાડશે.
પ્રી-નવરાત્રીથી લઈને ‘ગુડબાય નવરાત્રી' સુધી રઘુવંશી સુરક્ષા કવચ સક્રિય રહેશે. આ ખાસ સુરક્ષા ટીમ પ્રી-નવરાત્રીના રાસ-ગરબાથી લઈને નોરતાના તમામ આયોજનો અને શરદ પૂર્ણિમાના ‘ગુડબાય નવરાત્રી' કાર્યક્રમો સુધી ખડેપગે રેસ્ક્યુ મોડમાં રહેશે. ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય તે દરમિયાન જો કોઈ રઘુવંશી બહેન કે દીકરી સાથે છેડતી, અસભ્ય વર્તન, કે કોઈ પણ પ્રકારની અસુરક્ષાની ઘટના બનશે, તો મેસેજ કે કોલ મળતાની સાથે જ આ ટીમ શક્ય એટલી ઝડપે ઘટનાસ્થળે દોડી જશે. સ્થળ પર પહોંચીને દીકરીને રક્ષણ આપવા સાથે કાયદાકીય માર્ગદર્શન તેમજ જરૂર પડ્યે સ્થાનિક પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને કડક કાર્યવાહી કરાવશે.
આ માટે પુરૂષ અને મહિલા ટીમની નિમણુક કરવામાં આવી છે. ૧. વિનુભાઈ રવાણી (૭૦૧૬૩ ૬૬૨૫૫) ૨. માનવભાઈ કક્કડ (૯૯૭૪૪ ૦૦૪૩૦) ૩. નૈમિષભાઈ માણેક (૯૯૯૮૭ ૩૫૯૯૩) ૪. પરેશભાઈ ઠક્કર (૭૮૭૪૭ ૦૫૧૧૧) ૫. રોમિતભાઈ રાજદેવ (૯૫૧૨૫ ૨૨૫૫૫) ૬. હિતેશભાઈ ગઢીયા (૯૩૭૭૩ ૫૪૩૦૦) ૭. પિયુષભાઈ કુંડલીયા (૯૪૨૮૬ ૯૯૯૬૩)
મહિલા સહાયક ટીમ ૧. સોનલબેન તન્ના (૯૭૩૭૪ ૪૩૪૧૮) ૨. પૂજાબેન ગણાત્રા (૯૪૦૮૨ ૮૫૦૩૭) ૩. ભૂમિકાબેન પૂજારા (૯૯૨૫૪ ૬૫૬૪૦) ૪. હેતલબેન ઠક્કર (૮૨૦૦૪ ૩૯૪૦૫) ૫. વંદનાબેન સેજપાલ (૯૬૨૪૮ ૮૮૪૦૯) ૬. મનિષાબેન કુંડલીયા (૯૪૨૬૬ ૭૨૦૨૭) ૭. વૈશાલીબેન દાવડા (૮૧૬૦૪ ૪૫૩૨૨) ૮. શ્વેતાબેન રાજા (૯૬૮૭૫ ૧૧૦૧૪) ૯. રેખાબેન સોમાણી (૯૯૯૮૯ ૨૭૫૩૭) ૧૦. મીતાબેન સોમૈયા (૯૪૦૯૧ ૦૬૨૦૨)નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:25 PM IST)










