તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) અકિલાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા)(મો. ૯૮રપર૧૦૪૭૬)એ આજે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પારિવારીક સંબધોના નાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓ ગત ટર્મમાં ડેપ્યુટી મેયર હતા અને પોતાના કાર્યકાળમાં કરેલ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. શ્રી ટીકુભાએ ગયા વર્ષે પોતાના જન્મદિવસ નિમિતે આયોજીત મહારકતદાન કેમ્પમાં વિક્રમસર્જક ૭૦૦૦થી વધુ બોટલ લોહી એકત્ર કરી જરૂરતમંદ સંસ્થાઓને અર્પણ કરેલ. જે તેમની અનેક સેવાઓમાનો એક યાદગાર પ્રસંગ બની રહેલ. આ વર્ષે પણ મે મહિનામાં આવો જ કેમ્પ યોજી રહ્યા છે. અકિલા પરિવારે તેમને અંતરની શુભેચ્છાઓ પાઠવી છે.
(1:11 PM IST)










