તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
નરેન્દ્રભાઇએ રાષ્ટ્રને આપી ‘રાષ્ટ્રીય એકતા' પર્વની અનોખી દિવાળી ભેટઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટ, તા. ૭: ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, દેશભરમાં દિવાળીનો ઝગમગાટ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને આપી ‘રાષ્ટ્રીય એકતા' પર્વની અનોખી દિવાળી ભેટર્!ં ‘દિવાળીના પ્રકાશ પર્વે રાષ્ટ્રજોગ ઐતિહાસિક ભેટઃ નરેન્દ્રભાઈ મોદીએ સરદારના રાષ્ટ્રનિર્માણને ‘રાષ્ટ્રીય એકતા દિવસ' રૂપે ત્રીજા રાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો આર્પ્યો' દિવાળી પૂર્વે નરેન્દ્રભાઈ મોદી થકી રાષ્ટ્રને મળ્યો નવો પ્રકાશઃ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી' અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ' દેશવાસીઓ માટે અમૂલ્ય ભેટ' ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી બાદ રાષ્ટ્રને મળ્યું ત્રીજું રાષ્ટ્રીય પર્વઃ પ્રધાનમંત્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ' થકી સરદાર પટેલને આપી સાચી શ્રદ્ધાંજર્લિં ર્ંએક તરફ ગુજરાતની જીવાદોરી નર્મદા, બીજી તરફ અખંડ ભારતના શિલ્પીઃ એકતાનગર બન્યું રાષ્ટ્રીય ગૌરવનું નવું તીર્થસ્થાન ઇતિહાસના પાને વર્ષો સુધી રાહ જોનાર મહાનાયક સરદાર પટેલને નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનચેતનાના કેન્દ્રમાં સ્થાર્પ્યા સરદારનું સાચું કદ ફક્ત પ્રતિમાની ઊંચાઈમાં નહીં, અખંડ ભારતના નકશામાં છે.ઁ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાષ્ટ્રના સ્વાભિમાનનું શાશ્વત પ્રતીક ર્ંવિરાટ પ્રતિમાએ નર્મદાના કાંઠાને આપ્યો વૈશ્વિક ઓળખનો વૈભવઃ રાષ્ટ્રીય એકતાની સાથે આત્મનિર્ભરતાનું પ્રવેશદ્વાર બન્યું કેવડિર્યાં લોખંડી પુરુષના રાષ્ટ્રનિર્માણના ઋણને રાષ્ટ્રીય મહોત્સવમાં પરિવર્તિત કરી નરેન્દ્રભાઈ મોદીએ અદા કરી ભારતમાતાની ફરર્જં આવતીકાલે સમગ્ર દેશ દિવાળીના પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યો છે. દેશવાસીઓ જ્યારે ઉત્સવના ઉમંગમાં છે, ત્યારે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને ઁરાષ્ટ્રીય એકતા દિવસ રૂપે એક એવી અનોખી દિવાળી ભેટ આપી છે, જે આવનારી સદીઓ સુધી રાષ્ટ્રભાવનાના દીવડાને ઝળહળતો રાખશે. ભારતમાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી એમ બે જ મુખ્ય રાષ્ટ્રીય પર્વોની ઉજવણી થતી હતી, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની અદભુત રાષ્ટ્રભક્તિ અને દૂરંદેશીના પરિણામે આજે દેશને ‘રાષ્ટ્રીય એકતા દિવસ' રૂપે ત્રીજો રાષ્ટ્રીય મહોત્સવ મળ્યો છે. ભારતના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વિરાટ વ્યક્તિત્વ છે, જેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે.
તેમની વિકાસલક્ષી રાજનીતિના કારણે એકતાનગર આજે વૈશ્વિક પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રીના આ એક જ નિર્ણયથી નર્મદા જિલ્લાના સ્થાનિક યુવાનો, મહિલાઓ અને આદિવાસી પરિવારો માટે રોજગારીની નવી તકોના દરવાજા ખૂલી ગયા છે. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી' સ્થાનિક વિકાસ અને આત્મનિર્ભરતાનું પ્રવેશદ્વાર બની ગયું છે. કોઈ મહાન રાષ્ટ્રનાયકને શ્રદ્ધાંજલિ આપવાનો સાચો માર્ગ તેમના માર્ગ પર ચાલવાનો છે. નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મંત્ર થકી સરદાર પટેલના સપનાના ભારતને સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે. આજે જ્યારે રાષ્ટ્ર દિવાળીના ઉત્સવમાં મગ્ન છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલના વારસાને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને નવી પેઢીને એકતા અને અખંડિતતાનો મહામૂલો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને અને ૩૧ ઓક્ટોબરને ત્રીજા રાષ્ટ્રીય પર્વ તરીકે સ્થાપિત કરીને, સરદારના વિચારોને આવનારી અનેક પેઢીઓ માટે જીવંત કરી દીધા છે. સરદાર પટેલની સાચી વિરાસત હવે કોઈ સ્મારકમાં નહીં, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં મજબૂત બની રહેલા અખંડ ભારતના અસ્તિત્વમાં ધબકી રહી છે! લોખંડી પુરુષને શત શત નમન... અખંડ ભારતના શિલ્પીને કોટિ કોટિ વંદન!(

(3:37 PM IST)










