તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
જિલ્લા પંચાયતની સમિતિઓના અધ્યક્ષ પદ માટે નામ ચર્ચામાં: બે સભ્યો બહારથી (કો.ઓપ્ટ) મૂકાવાની શકયતા
ધમેન્દ્ર ટીલાળા વિલાસ ઢાંકેચા, અર્જૂન ખાટરિયા, દેવેન્દ્ર ઝાપડિયા, નિલેષ હીરપરા, રીમલાબેન મેર, ભારતીબેન હુંબલ, વગેરેને સમિતિનું અધ્યક્ષ પદ મળવાની સંભાવનાઃ ૭ થી ૯ સભ્યોની કારોબારી બનશે

રાજકોટ, તા.૬: જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખના કાર્યકાળની પ્રથમ સામાન્ય સભા તા.૯ જુલાઇએ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં સમિતિઓની રચનો મુદ્ો મુખ્ય છે. સમિતિઓની રચના બાદ જે તે સમિતિની બેઠકમાં સમિતિઓના અધ્યક્ષોની વિધિવત વરણી થશે. ૭ થી ૯ સભ્યોની કારોબારી સમિતિ રચાશે. કારોબારી અધ્યક્ષ તરીકે નરશીભાઇ સોજીત્રાનું નામ જાહેર થઇ ગયુ છે કારોબારી સમિતિના સભ્યપદે અને અન્ય સમિતિઓના અધ્યક્ષ પદે અલગ અલગ સભ્યોને સ્થાન અપાશે. સમિતિઓના અધ્યક્ષ પદ માટે વિવિધ નામો ચર્ચામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ આખરી પસંદગી થશે. પંચાયતમાં ચુંટાયેલા ન હોય તેવા વધારાના બે સભ્યોને (કો. ઓપ્ટ) નિયુકત કરવા વિચારણા થઇ રહી છે. શિક્ષણ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિમાં બે નિયુકત સભ્યો આવી શકે છે.
કારોબારી, આરોગ્ય, સિંચાઇ, બાંધકામ, શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, અપીલ સામાજિક ન્યાય અને અધિકારિતા સહિત ૮ સમિતિઓની રચના કરવાની થાય છે. અપીલ સમિતિમાં હોદાની રૂએ જિલ્લા પંચાયતના પ્રમુખ જ અધ્યક્ષ હોય છે.
સમિતિઓના અધ્યક્ષ પદ માટે ભારતીબેન હુંબલ, સુમિતાબેન ચાવડા, પુષ્પાબેન રાદડિયા, રાધિકાબા જાડેજા, રમીલાબેન મેર, અર્જુન ખાટરિયા, જશ્મીન પીપળીયા, વિલાસભાઇ ઢાંકેચા અલ્પાબેન તોગડિયા, દેવેન્દ્ર ઝાપડિયા, નિલેષ હીરપરા, જગદીશ પરમાર, દીપક ગાજીપરા, ધર્મેન્દ્ર ટીલાળા, દિલીપ સરવૈયા વગેરે નામ ચર્ચામાં છે. કારોબારી સમિતિના સભ્ય પદે અને અન્ય સમિતિઓના અધ્યક્ષ તરીકે કુલ ૧૫ જેટલા સભ્યોને તક મળી શકે છે. પાર્ટી દ્વારા પસંદગીમાં તાલુકાવાર ભૂગોળ, જ્ઞાતિ, શિક્ષણ વગેરે મુદ્ા ધ્યાને લેવામાં આવશે
(3:58 PM IST)










