તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
લગ્નના નામે ટોળકીએ ‘ફિલ્ડીંગ' ગોઠવીઃ ક્રિકેટ મેન્ટોર રાજુભાઇ સાથે ૮.૮૦ લાખની ‘મેચ' રમાઇ ગઇ
જુનાગઢ પાસે મંદિરે ફેરા ફેરવી રાજકોટમાં ‘લૂંટેરી દુલ્હન'ના મોટા ખેલમાં મેન્ટોર કલીન બોલ્ડ! : તા. ૧૪નાં લગ્ન થયા બાદ ૧પના રેસકોર્સ ફરવા ગયા અને ત્યાંથી જ ‘લૂંટેરી દુલ્હન' છનન...થઇ ગઇઃ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના પરત નહિં આપતા ત્રણ દંપતી અને લૂંટેરી દુલ્હન સહિત ૭ સામે પ્ર.નગર પોલીસમાં ફરીયાદ : પોતાની દિકરી ન હોવા છતાં દિકરી બતાવી ૧પ લાખ અને દાગીના ખંખેરી લીધા બાદ ફકત ૬.ર૦ લાખ પરત આપી છેતરપીંડી

રાજકોટ તા. ૩૧: પોપટપરા મેઇન રોડ પર દયા સાગર હનુમાનજીનાં મંદિર પાસે રહેતા ક્રિકેટ મેન્ટોર રાજુભાઇ નાગજીભાઇ ઝાપડા (ઉ.વ. ર૯) સાથે લગ્ન કરવાના નામે યુવતી અને ત્રણ દંપતી સહિત સામે રૂા. ૮.૮૦ લાખની છેતરપીંડી કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયા નોંધાઇ છે. કાજલ નામની યુવતી આરોપીઓની દિકરી ન હોવા છતાં દિકરી બતાવી રાજુભાઇ સાથે મંદિરમાં લગ્ન કરાવી લગ્નના બહાને રૂા. ૧પ લાખ અને સોના-ચાંદીના દાગીના લઇ લીધા બાદ લગ્નના બીજા દિવસે કન્યા ભાગી ગઇ હતી. જેથી આપેલી રકમમાંથી ટુકડે-ટુકડે ફકત રૂા. ૬.ર૦ લાખ આપી બાકીના ૮.૮૦ લાખ અને દાગીના ફોન કરી અવાર નવાર માંગવા છતાં નહીં આપી ઠગાઇ કરી હતી.
પ્ર.નગર પોલીસે આ મામલે ક્રિકેટ મેન્ટોર રાજુભાઇ ઝાપડાની ફરિયાદ પરથી લૂંટેરી દુલ્હન કાજલ, વીહા કટારીયા, તેની પત્ની દેવુબેન, રમેશ ગોકળભાઇ કટારીયા અને તેની પત્ની મંજુબેન તેમજ વિહાના પુત્ર નિલેશ અને નિલેશની પત્ની હેતલબેન સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.
રાજુભાઇ ઝાપડાએ ફરીયાદમાં જણાવ્યું કે, હું ઉપર બતાવેલ સરનામે મારા માતા દેવુબેન સાથે ૨હું છુ. અને ક્રીકેટ મેન્ટોર તરીકે કામ કરૂં છુ. અમે ચાર ભાઈ બહેન જેમા મોટી હીનાબેન મેરુભાઈ ફાગલીયા જેના લગ્ન થઈ ગયેલ બાદ કાજલબેન સંગ્રામભાઈ ટોયટા જેના લગ્ન થઈ ગયેલ છે બાદ મીનાબેન હીતેષભાઈ ટોળીયા જેના પણ લગ્ન થઇ ગયેલ છે. અને સૌથી નાનો હું મારા પિતા સને ૨૦૧૬મા હાર્ટએટેકથી મરણ ગયેલ છે.
આજથી છએક માસ આગાઉ ગોંડલ ખાતે રહેતા પાંચાભાઈ અમારા સમાજના હોય જેઓ અગાઉ મારી બહેન મીનાનુ માગુ લઈને આવેલ હતા જેથી અમે તેમને ઓળખીએ છિએ. મારા માતાએ આગાઉ તેમને વાત કરેલી હતી કે. મા રો દીકરો કુવારો હોય અને જેના માટે કોઈ છોકરી હોય તો બતાવજો, તેમજ પાંચાભાઈને જરુરીયાત હોય જેથી મારા મા તાએ તેમને અગાઉ રૂ.૫૦૦૦/- ઉછીના આપેલ હતા જે બાદ થોડા દિવસ પછી પાંચાભાઈ અમારા આપેલા પૈસા પરત આપવા માટે અમારા ઘરે આવેલ હતા અને તેની સાથે એક વિહાભાઈ નામના વ્યકતી હતા ત્યારે વહાભાઈ સાથે મારા સ ગપણ બાબતે વાત થયેલ હતી ત્યારે વિહાભાઈએ કહેલ કે મારા ભાઈનીજ દીકરી છે તમે જોવા માટે આવજો તેમ વાત થયેલ હતી. અને વિહાભાઈએ તેમનો મોબાઈલ નંબર આપેલ હતો, થોડા દીવસ પછી વિહાભાઈનો ફોન આવેલ અને છોકરી બતાવવા માટે વાત કરેલ હતી. બાદ મારા માતા તથા મારી બહેન કાજલ એમ બન્ને મોણીયા ગામૅ વીસાવદર ગયેલ હતા ત્યારે વહાભાઈએ તેના ભાઈની દીકરી કાજલ બતાવેલ અને છોકરી પસંદ આવતા તેઓને રાજકોટ બોલાવતા વીહા કટારીયા તથા તેની ઘરવાળી દેવુબેન તથા કાજલના પિતા રમેશ ઉર્ફે રામભાઇ કટારીયા અને માતા તથા રમેશભાઈના પત્નિ મંજુબેન આવેલ અને સગપણનુ નક્કી કરેલ ત્યારે અમારા સમાજના રીત રીવા જ મુજબ લગ્ન માટે રૂ.૧૫,૦૦,૦૦૦ (પંદર લાખ) અને આઠ તોલા સોનાના દાગીના આપવાનુ નક્કી થયેલ જે બાદ બે ચાર દીવસ બાદ અમો પરીવાર સાથે મોણીયા ગામ ગયેલ અને કાજલ ને ચુંદળી ઓઢાળવાનો પ્રસંગ કરેલ હતો. અને નકકી કરેલ મુજબ રૂ. ૧૫૦૦૦૦૦ તથા આઠ તોલા સોનુ કાજલ ને આપવાની વાત કરેલ હોય ચુંદળી ના દીવસે અમે રૂ .૫૦૦૦૦૦/- રોકડા તેમને આપેલ હતા અને આસરે દોઢ તોલાના સોનાના દાગીના જેમા એક સોનાની બરઘલી એક જો ડી સોનાના બુટીયા તથા સોનાની (નાકની) વાળી તેમજ એક જોડી ચાંદીના સાકળા આપેલ હતા. અને બાદ મા લગ્ન લ ખવાના હતા તે પહેલા અમારા ધરે રામભાઈના દીકરા નીલેસ તેથા તેની સાથે એક વ્યકતી જેનુ નામ અમને ખબર નથી તે બન્ને આવેલ અને કરીયાવર લેવાનો હોય તેમ કહી રૂ.૩૦૦૦૦૦૧૨ રોકડા લઈ ગયેલ હતા, બાદ લગ્ન માટે તા.૧૪/૦૫ /૨૦૨૬ નક્કી કરેલ અને જ્યારે લગ્ન કરવા ગયેલ ત્યારે બોલી મુજબના રૂ.૧૫.૦૦,૦૦૦ પૈકીના બાકીના રોકડા રૂ.૭ ૦૦૦૦ વીહા તથા રામભીને આપેલ હતા. અને લગ્ન તા. ૧૪/૦૫/૨૬ ના રોજ લગ્ન માટે જુનાગઢ ખાતે ડુંગરપુર ગામ શંકર મંદીરે બોલાવેલ હતા,જ્યા હીન્દુ વીધી મુજબ મારા લગ્ન વીહાના ભાઈ રમેશ ઉર્ફે રામની દીકરી કાજલ સાથે કરાવેલ હતા. અને કાજલને લઈને પરત અમારા ઘરે રાજકોટ ખાતે આવી ગયેલ હતા. જે બાદુ બીજે દીવસે તા.૧૫/૦૫/૨૬ ના સાંજ ના હું તથા કાજલ એમ બન્ને રેસકોર્ષ ફરવા ગયેલ હતા ત્યાથી કાજલ જતી રહેલ હતી થોડીવાર બાદ મેં મારા માતાને ફોન કરી વાત કરેલ કે બાલભવન ફરવા આવેલ અને ત્યાથી કાજલ કયાક ચાલી ગયેલ છે. જે બાદ મારા માતાએ વિહાને વાત કરેલ ત્યારે તેણે કહેલ કે, અમો કાજલને ગોતીને તમારી પાસે લઈ આવશુ તમો કોઈને કહેતા નહી અને ફરીયાદ કરતા નહી, નહીતર તમારી અને અમારી આબરૂ ખરાબ થશે. જેથી ત્યારે એ કોઈ પોલીસ ફરીયાદ કરેલ ન હતી. અને થોડા દિવસ પછી વીહાએ રૂ ૧,૦૦,૦૦૦ પરત આપી દીધેલ હતા. જે બાદ ગઈ તારીખ. ૧૯/૦૬ના રોજ મેં મારી પત્ની કાજલ ગુમ થવા બાબતની ગુમસુધ્ધા લખાવેલ હતી. અને આ ગુમ લખાવ્યા બાદ પણ વિહા તથા છોકરીના પિતા રમેશ ઉર્ફે રામ સાથે અવાર નવાર ફોનથી વાત થતી હતી. જેમા વિહાએ ટુકડે ટુકડે અમને રૂ. ૬,૨૦,૦૦૦/-(છ લાખ વીસ હજા) પરત આપેલ હતા જેમાં એક વખત રૂ.૧,૦૦,૦૦૦/- તથા એક વખત રૂ.૫૦,૦૦૦/- અને એક વખતે રૂ.૨૦,૦૦૦/- એમ મારા ખા તામાં પરત મોકલેલ હતા અને બીજા રૂ. ૪,૫૦,૦૦૦/- ટુકડે ટુકડે આંગળીયાથી મોકલેલ હતા. જે બાદ અવાર નવાર ફોન કરવા છતા અમારા બાકીના રૂપીયા ૮,૮૦,૦૦૦/- તથા દોઢ તોલાના સોનાના દાગીના જેમાં એક સોનાની બરઘલી એક જોડી સોનાના બુટીયા તથા સોનાની નાકની વાળી તેમજ ચાંદીના સાકળા પરત આપેલ ન હતા. જે બાદ આ બાબતે અમને ખબર પડેલ કે, આ છોકરી તેની દીકરી નથી અને કાજલના અગાઉ પણ લગ્ન થઈ ગયેલ છે. જેથી અમને ખોટી માહીતી આપી વિશ્વાસમાં લઈ કાજલના લગ્ન થઈ ગયેલ હોવા છતા કાજલને પોતાની દીકરી ન હોવા છતા પોતા ની દીકરી બતાવી મારી સાથે મંદીરમાં લગ્ન કરાવી લગ્ન ના બહાને રૂ.૧૫,૦૦,૦૦૦/- (પંદર લાખ) તથા આસરે દોઢ તોલાના સોનાના દાગીના લઈ લીધેલ અને મંદીરમા લગ્ન કરાવેલ જેબાદ લગ્ન ના બીજા દીવસે છોકરી ભાગી ગયેલ હતી. અને છોકરી ભાગી ગયા બાદ ટુકડે ટુકડે રૂ.૬.૨૦,૦૦૦ પરત આપી અવાર નવાર ફોન કરી પૈસા પરત માગવા છતા બાકીના રૂપીયા ૮,૮૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના પરત આપતા ન હોવાથી ફરિયાદ નોંધાવી હતી.
(3:20 PM IST)










