<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

નક્ષ ફાઉન્‍ડેશન દ્વારા કાલે નારી રત્‍નોનું સન્‍માન

પોલીસ, એડવોકેટ, ડોકટર એમ વિવિધ ક્ષેત્રે કારકીર્દી બનાવનાર ૮૫ બહેનોને એવોર્ડ અપાશે

 

રાજકોટ તા. ૨૦ : નક્ષ ફાઉન્‍ડેશન દ્વારા કાલે તા. ૨૧ ના રવિવારે નારી રત્‍ન એવોર્ડ સમારોહનું આયોજન કરાયુ છે. ગુરૂપ્રસાદ ચોક, સીતારામ ડેરીની સામે, આર.એમ.સી. કોમ્‍પલેક્ષ, એચ.જે. દોશી હોસ્‍પિટલ મેઇન રોડ ખાતે કાલે તા. ૨૧ ના આયોજીત આ સમારોહ દરમિયાન પોલીસ, વકીલ, ડોકટર એમ વિવિધ ક્ષેત્રે સારી નામના હાંસલ કરનાર ૮૫ પ્રતિભાવંત મહિલાઓને એવોર્ડ આપી સન્‍માનીત કરાશે.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્‍થિત રહી નારી રત્‍નોને પ્રોત્‍સાહિત કરશે.

સમગ્ર આયોજન માટે નક્ષ ફાઉન્‍ડેશનના પ્રમુખ પ્રીતિબેન પટેલ (મો.૬૩૫૪૮ ૬૧૩૬૧), સોનલબેન શાહ, હેતલબેન, દિવ્‍યાબેન, વિજયભાઇ, વિનયભાઇ, અંજુબેન, ઉત્‍સવભાઇ, મહેશભાઇ, હિરેનભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રીતિબેન પટેલ, સોનલબેન શાહ, હેતલબેન, દિવ્‍યાબેન, અંજુબેન નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:05 PM IST)