<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

રાજકોટ ગ્રામ્‍યમાં નાગદાનભાઇની આવડત અને અનુભવે ભાજપના વિજય રથની ગતિ વધારી

રાજકોટ તાલુકામાં ધ્‍યાન વધુ કેન્‍દ્રીતઃ મહાનગરમાં ‘મરામત'માં ઉપયોગી થયા

રાજકોટ તા. ર૯ :.. ગઇકાલે પાલિકા- પંચાયતોના પરિણામ જાહેર થયા તેમાં મોટાભાગના વિસ્‍તારોમાં ભાજપનો વિજયરથ ફરી વળ્‍યો છે. જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડાએ (મો. ૯૮રપર ૯૩રપ૮) એ પોતાની આવડત અને અનુભવથી ભાજપને નવુ બળ આપ્‍યુ હતું.

નાગદાનભાઇ દાયકાઓથી રાજકારણમાં છે. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની તાસીરના જાણકાર છે. તેમણે જિલ્લામાં તાલુકા-પંચાયતોની બેઠક પર જરૂરિયાત મુજબ પાર્ટીની ઉપયોગી કાર્ય કરેલ. જિલ્લા પંચાયતની બેડી બેઠક અને તેની સાથે જોડાયેલી તાલુકા પંચાયતોની બેઠકોમાં તેમનું વિશેષ ધ્‍યાન હતું. તેમની અપેક્ષા મુજબ કમળ ખીલ્‍યુ છે. શહેરમાં પણ કેટલાક વોર્ડમાં તેમણે માર્ગદર્શન સાથે મદદ કરી હતી. ચૂંટણી પૂર્વે આંતરિક સંકલન, સમજાવટ, સંઘર્ષ, મતદાનની ટકાવારીમાં વૃધ્‍ધિ કરવી વગેરે વિષયોમાં તેમણે યોગદાન આપ્‍યુ હતું. દિલ અને દિમાગથી કામ કરવાની અને કામ લેવાનું કૌશલ્‍ય તેમનામાં છે.

ભૂતકાળમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓ ધારાસભા અને લોકસભાની ચૂંટણી, ભાજપના કાર્યક્રમો વગેરેમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. દ્વારકા આહીર સમાજ, ભૂવડ દાદા ટ્રસ્‍ટ, આહીર કન્‍યા છાત્રાલય, અમદાવાદ આહીર કન્‍યા છાત્રાલય વગેરે સાથે સંકળાયેલા છે. 

(11:30 AM IST)