<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

મારો સોનાનો ઘડુલો રે...ભક્‍તિ અને શક્‍તિના સંગમ સમા સોનમ ગરબા રાસોત્‍સવમાં પારિવારિક માહોલ જામ્‍યો

રાજકોટઃ વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા ૧૫૦ ફૂટ રિગ રોડ પર સિક્રેટ કિચન સામેના વિશાળ મેદાનમાં ચાલી રહેલા આ રાસોત્‍સવમાં દરરોજ હજારો ખેલૈયાઓ ઉમટી રહ્યા છે.

પ્રાચીન ગરબા ‘મારો સોનાનો ઘડુલો રે..' થી લઈને અર્વાચીન ગરબા સુધીના સૂરોથી ખેલૈયાઓ સવાર સુધી ડોલી રહ્યા છે. આ ઓરકેસ્‍ટ્રાને વધુ સૂરીલું બનાવી રહ્યા છે નામાંકિત સિંગરો જમાવટ કરી રહ્યા છે.

આ રાસોત્‍સવમાં રોલેક્‍સ રીંગણાં મનીષભાઈ મેંદકાનું વિશેષ સન્‍માન કરાયેલ હતું,  બાલાજી વેફર્સનાં માલિક ચંદુભાઈ વિરાણી, જાણીતા એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ, સોનમ ક્‍વાર્ટ્‍ઝનાં જયેશભાઈ શાહ, પ્રદેશ ભાજપના મીડિયા સેલના નેતા પ્રશાંતભાઈ વાળા, આઈપીએ એસ પવનકુમાર દાલમિયા, વિસામણ ગ્‍લોબલ સેલનાં શ્રીમતી અવનીબેન મિતુલભાઈ વસા, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ મનોજભાઈ રાઠોડ, મંત્રી સતીશભાઈ ભીમજીયાણી, ભાજપના મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મલ, પૂર્વ કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્‍યા, ખોડલધામ મહિલા કમિટીનાં પ્રમુખ જ્‍યોતિબેન ટીલવા, એપોલો ટાયરના શ્રીમતી મયુરીબેન, સમકાલીન પ્રેસના સુકેતુભાઇ વજેરીયા,આર.એસ.એસ.નાં દિનેશભાઈ મોદી, મુંબઈ ટ્રેડીંગનાં યોગેશભાઈ બદાણી તથા દર્શનભાઈ બદાણી, શ્રીમતી કોમલબેન ધીરેનભાઈ સંઘાણી ધીરેનભાઈ સંઘાણી, ભુમીતભાઈ સંઘાણી, તથા ધ્રુવ ધીરેનભાઈ સંઘાણી, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

સાતમા નોરતે સીનીયર પ્રિન્‍સેસ તરીકે લબ્‍ધિ ખારા, રુચિરા મહેતા અને પૂજા દસાડીયા વિજેતા બન્‍યા હતા. જયારે પ્રિન્‍સ તરીકે મીર ગોડા તથા જૈનમ શાહની પસંદગી થઇ હતી. વેલડ્રેસ સીનીયર પ્રિન્‍સેસ તરીકે અમી વોરા અને પ્રિન્‍સ તરીકે સચિન વોરા, કીડ્‍ઝ પ્રિન્‍સેસ તરીકે માહી દોશી અને પ્રિન્‍સ તરીકે કાવ્‍ય ગાંધી, કીડ્‍ઝ વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે ધ્‍વની ઝાટકીયા વિજેતા બન્‍યા હતા. આ તમામને દર્શનભાઈ બદાણી, યોગેશભાઈ બદાણી, શ્રી અને શ્રીમતી અંકીતભાઈ શેઠ, ધીરેનભાઈ સંઘાણી, કોમલબેન સંઘાણી, શ્રી અને શ્રીમતી સુકેતુ વજેરીયા, યોગેશભાઈ બદાણી, અવનીબેન વસા, હેત્‍વીબેન વસા અને ધર્ય વસાના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા.

ટિમ આગેવાન સી એમ શેઠ, મિલન કોઠારી, સુનિલ, શાહ, અજિત જૈન, ભરત દોશી, ગિરીશ મહેતા યોગન દોશી,નીલ મહેતા,હિતેશ દેસાઈ, ધવલ મહેતા, પ્રતીક, શાહ, કેતન સંઘવી,અતુલભાઈ કોઠારી,જયેશભાઇ ધ્રુવ,સુનિલ કોઠારી,નિરવ મહેતા, કપિલ દેસાઈ,જય મહેતા, ડો હાર્દિક શાહ, સેલેશ મહેતા, ચેતન મહેતા, દિપક કરચીલીયા,દેવાંગ ખજુરિયા, હેમુ સોલાણી હિમાંશુ પારેખ સહિતના જેહમત ઉઠાવી રહ્યા છે.(

(2:47 PM IST)