News of Sunday, 14th June 2026
રાજકોટના યુનિવર્સીટી રોડ પર વિમલનગરમાં હત્યા: વણિક વૃદ્ધ પ્રવીણભાઈ શાહને દિકરીના જમાઈ રવિએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા: વચ્ચે પડેલા નાનીજી સાસુને પણ ઇજા
રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં ઘરેલુ માથાકૂટમાં વધુ એક હત્યા થઈ છે. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામીએ પત્ની સાથેના અણબનાવને કારણે પત્નીના નાના પ્રવિણભાઇ શાહને છરીના ઘા ઝીંકી દેતાં તેમનું મોત થયું છે. રવિએ વચ્ચે પડેલા પત્નીના નાનીને પણ ઇજા પહોંચાડતા સારવાર માટે દાખલ કરાયા છે.

યુનિવર્સીટીના નિવૃત્ત કર્મી પ્રવીણભાઈ સુંદરજીભાઈ શાહ (ઉ.વ.૭૦)અને તેમના પત્ની ઇલાબેન શાહ (ઉ.વ.૬૦)ને મોડી રાત્રે પુત્રીના જમાઈ વિવેક ગોસ્વામી અને સાથેના બબીતાબેન ગોસ્વામીએ ઘરમાં ઘૂસીને છરીના ઘા મારી દેતા દેકારો મચી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધ દંપતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ પણ અહીં પ્રવીણભાઈનું મૃત્યુ થયું હતું. તેમના પત્ની સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. વિવેક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતિ નાના પ્રવીણભાઈના ઘરે રિસામણે હોવાથી જમાઈ મારી નાખવાની ધમકી આપતો હતો. આ દરમિયાન મોડી રાત્રે વિવેક પુષ્કર ધામ પાસે વિમલનગર ૩માં પ્રવિણભાઇ શાહના ઘરે ધસી આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. જે જીવલેણ નીવડ્યો હતો. વિવેક મૂળ વેરાવળનો વતની છે. બનાવની વધુ વિગતો મેળવાઈ રહી છે. હત્યાના આ બનાવથી વિમલનગરમાં ચકચાર મચી ગઇ છે.
(12:32 PM IST)










