<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક અને ગંદકી સામે મનપાની તવાઈ

ત્રણ દિવસમાં ૫૪.૨ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍તઃ ૨૬૩ આસામીઓ પાસેથી રૂ.૧.૭૮ લાખનો ચાર્જ વસુલ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તારીખ ૦૩ થી ૦૫ના રોજ ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા. ત્રણેય ઝોનમાંથી ૫૪.૨ કિગ્રા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત તથા ગંદકી કરતા  કુલ ૨૬૩ આસામીઓ પાસેથી રૂ ૧,૭૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સપેક્‍ટર સેનેટરી સબ ઈન્‍સપેક્‍ટર દ્વારા કરવામાં આવેલ

(3:55 PM IST)