તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
મહાપાલીકાની ચુંટણીમાં સવર્ણ સમાજની ૮ બેઠકો ઓબીસી-એસ.ટી.ને ફાળવી ભારોભાર અન્યાય : જગદીશ રાવલ
છકી ગયેલા ભાજપને મતદાનથી જવાબ આપવા બ્રહ્મસેના આગેવાનનો લલકાર

રાજકોટ તા. ૧૫ : મહાપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સવર્ણ સમાજની ૮ બેઠકોની ટીકીટ ઓબીસી-એસટી સમાજને ફાળવી સવર્ણ સમાજને હળાહળ અન્યાય કરાયો હોવાનું બ્રહ્મસેનાના અધ્યક્ષ જગદીશભાઇ રાવલે એક યાદીમાં આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે બ્રહ્મ સમાજને અન્યાય ન થાય તે માટે પ્રદેશ ભાજપને લેખિતમાં પત્ર લખી જાણ કરવામાં આવી હતી. તેમછતા ગત ચુંટણી કરતા બે ટીકીટ કપાઇ ગઇ છે. કુલ ૮ ટીકીટની ફાળવણીમાં જનરલ સવર્ણ સમાજને અન્યાય કરી સરમુખત્યાર શાહીનો અહેસાસ ભાજપે કરાવ્યો છે. માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના વડા પ્રધાન બન્યા છે તેમા અમારા મત હતા એ ન ભુલવું જોઇએ. પરંતુ હાલ ચિમનકાકા, અભયભાઇ ભારદ્વાજ, વિજયભાઇ રૂપાણીની ખોટથી ભાજપ છકી ગયો છે. તેને મતદાનથી જવાબ આપવામાં આવશે. તેમ બ્રહ્મસેના સ્થાપક અધ્યક્ષ જગદીશ રાવલ (મો.૯૯૦૯૫ ૯૦૧૦૨)એ યાદીના અંતમાં જણાવ્યુ છે.
(2:37 PM IST)










