<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મનપાની વન-ડે વન-રોડ ઝુંબેશઃ યાજ્ઞિક રોડ પર સાત સ્‍થળોએથી પાર્કિંગમાં થયેલા દબાણોનો કડુસલો

ટાઉન પ્‍લાનીંગ વિભાગે અનેક શોરૂમ બહાર દીવાલ, પાર્ટીશન અને રેલિંગ હટાવાયાઃ વિજીલન્‍સ પોલીસ, ફાયર બ્રિગેડ અને દબાણ શાખાની ઉપસ્‍થિતિમાં સંયુક્‍ત કાર્યવાહી

 

રાજકોટ, તા.૭: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવા અને જાહેર માર્ગો તેમજ ર્પાકિંગની જગ્‍યાઓ દબાણમુક્‍ત કરવા માટે ચાલી રહેલી ‘વન-ડે વન-રોડ' ઝુંબેશ અંતર્ગત આજે મંગળવારે યાજ્ઞિક રોડ પર મેગા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. મહાનગર પાલિકાના ટાઉન પ્‍લાનિંગ (ટીપી) વિભાગની આગેવાની હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ર્પાકિંગ માટે અનામત જગ્‍યામાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા.

મનપાની ટીમે યાજ્ઞિક રોડ પર કુલ સાત સ્‍થળોએ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન અનેક કોમર્શિયલ બિલ્‍ડિંગો અને શોરૂમો દ્વારા ર્પાકિંગની જગ્‍યામાં રેલિંગ, ઓટલા, પાર્ટીશન વોલ સહિતના બાંધકામો ઉભા કરીને ર્પાકિંગનો ઉપયોગ અવરોધિત કરવામાં આવ્‍યો હોવાનું સામે આવ્‍યું હતું. જેના પગલે જેસીબી અને અન્‍ય સાધનોની મદદથી આ દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા.

જેમાં બિઝમેન્‍સ ટર્મિનલ માંથી, ઓર્બિટ એન્‍કલેવ માંથી, ધનરજની કોમ્‍પલેક્ષ માંથી, માધવ કોમ્‍પ્‍લેક્ષ માંથી, શકિત આર્કેડ માંથી, નાથ લેગસી માંથી, નાથ કોમ્‍પલેક્ષ માંથી પાર્કિંગની જગ્‍યામાં દીવાલ રેલીંગ દુર કરવામાં આવેલ છે.

કાર્યવાહી દરમિયાન કેટલાક સ્‍થળોએ શોરૂમ બહાર બનાવવામાં આવેલા ઓટલા તોડી પાડવામાં આવ્‍યા હતા, જ્‍યારે ર્પાકિંગમાં લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ પણ દૂર કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓએ સ્‍પષ્ટ કર્યું કે ર્પાકિંગ માટે મંજૂર કરાયેલી જગ્‍યા પર કોઈપણ પ્રકારનું કાયમી કે અસ્‍થાયી બાંધકામ નિયમ વિરુદ્ધ છે અને આવા દબાણો સામે આગળ પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમગ્ર અભિયાન દરમિયાન ટાઉન પ્‍લાનિંગ વિભાગ, દબાણ શાખા, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ અને સુરક્ષા શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તેમજ કાર્યવાહી સરળતાથી પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો હતો.

મનપાના જણાવ્‍યા મુજબ શહેરના મુખ્‍ય માર્ગો પર ટ્રાફિકની સમસ્‍યા ઘટાડવા, વાહનચાલકોને પૂરતી ર્પાકિંગ સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અને ફાયર સેફટીના નિયમોનું પાલન સુનિヘિ કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના અન્‍ય મુખ્‍ય માર્ગો પર પણ પાર્કિંગમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે આવી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(૬.ર૧)

(2:48 PM IST)