તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ડેન્ગ્યુ-તાવના ડંખ સામે મનપાનું મહાયુદ્ધઃ સઘન ફોગિંગઃ ચેકિંગનો સપાટો
શહેરમાં એક સપ્તાહમાં સામાન્ય તાવના ૮૧૯ અને શરદી-ઉધરસના ૬૦૬ કેસ તથા ડેન્ગ્યુનો માત્ર ૧ કેસઃ મચ્છર ઉત્પતી સબબ ર૭૭ને નોટિસ; પાણીજન્ય રોગો અટકાવવા ૧૪૩૪ ક્લોરિન ટેસ્ટ કરાયા

રાજકોટ, તા., ૧૮ : શહેરમાં મચ્છરજન્ય અને ઋતુગત રોગચાળાની અટકાયત માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગત તા. ૧૧ મે થી તા. ૧૭ મે દરમિયાન મનપાની આરોગ્ય ટીમો દ્વારા રોગચાળા નિયંત્રણ માટે વ્યાપક ફિલ્ડ વર્ક અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુમાં માત્ર ૧ કેસ તથા શરદી, ઉધરસ, તાવના ૧ હજાર દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયા છે.
મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોને નિયંત્રિત કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો સીધા માનવીની જીવનશૈલી સાથે સંકળાયેલા હોવાથી તેમાં જાહેર જનતાનો સહકાર અત્યંત આવશ્યક હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ડેન્ગ્યુનો માત્ર ૧ કેસ
ગત સપ્તાહ દરમિયાન એટલે કે તા.૧૧ મે થી તા.૧૭ મે સુધીમાં શહેરમાં ડેન્ગ્યુનો માત્ર ૧ કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યારે મેલેરિયા કે ચિકુનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી.
શરદી-ઉધરસના કેસ
હવામાનમાં આવતા પલટા અને ઋતુગત ફેરફારોને કારણે શહેરમાં શરદી, ઉધરસ અને સામાન્ય તાવના કેસો જોવા મળ્યા છે. જેવા સામાન્ય તાવ ૮૧૯,
શરદી - ઉધરસ ૬૦૬,
ઝાડા - ઉલટી ૪૨૯,
ટાઈફોઈડ તાવના ૩ કેસ નોંધાયા છે.
કલોરીન ટેસ્ટ
પીવાના શુદ્ધ પાણી પુરવઠાની ખાતરી કરવા માટે મનપાની આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૧,૪૩૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
૧૩૩ ઘરોમાં ફોગીંગ
આ રોગચાળા દ્વારા ભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૧થી તા.૧૭ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૯૧૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૩૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ર૭૭ ને નોટીસ
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૫૫ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૪૫ અને કોર્મશીયલ ૩૨ ને નોટીસ આ૫વામાં આવેલ છે.
(3:39 PM IST)










