તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મનપાનો દિવાળીએ ભેટનો ધમાકોઃ ૨ હજાર કર્મચારીઓને રૂ.૧.૪૦ કરોડનું બોનસ!
વર્ગ-૪ના પ્રત્યેક કર્મચારીને રૂ. ૭૦૦૦નો લાભઃ દિવાળી પહેલાં કર્મચારીઓના ખિસ્સામાં બોનસની રકમ પહોંચાડવાનો નિર્ણય

રાજકોટ ,તા.૪: દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારની જાહેરાતને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ૨૦૦૦ કર્મચારીઓને પ્રત્યેકને રૂ. ૭૦૦૦નું દિવાળી બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મનપાની તિજોરીમાંથી કુલ રૂ. ૧.૪૦ કરોડની રકમ બોનસ પેટે ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૪ના કર્મચારીઓ માટે રૂ. ૭૦૦૦ સુધીના એડહોક બોનસની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ તેનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મનપાના આશરે ૨૦૦૦ કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં આર્થિક રાહત મળશે.
બોનસ માટે નક્કી કરાયેલી શરતો મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કર્મચારીએ ઓછામાં ઓછા સળંગ છ મહિના કામગીરી કરેલી હોવી જરૂરી છે. જ્યારે દૈનિક વેતનદાર કર્મચારીઓ માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામગીરીની શરત રાખવામાં આવી છે. પાત્ર કર્મચારીઓને નિયમો મુજબ બોનસ ચૂકવવામાં આવશે.
દિવાળીના તહેવારો દરમિયાન મનપાના વર્ગ-૪ના કર્મચારીઓને રૂ. ૧.૪૦ કરોડનું બોનસ આપવાના નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારોને તહેવારની ઉજવણીમાં આર્થિક ટેકો મળશે
(3:40 PM IST)










