News of Thursday, 26th November 2026
મનપા સ્ટેન્ડીંગ કમિટી બેઠક યોજાઇ : વોર્ડ સમિતિના રૂટિન કામોની દરખાસ્તોનો ખડકલો
મોટા અને મહત્વના કામોની દરખાસ્તો રજૂ કરવા કોર્પોરેટરો અને અધિકારીઓને માર્ગદર્શન અપાશે : પરેશ પીપળીયા

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વોર્ડ સમિતિઓના ઠરાવો અને દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સફાઈ, વળક્ષો અને ઢાંકણા સહિતના સામાન્ય તેમજ અગાઉ પૂર્ણ થઈ ગયેલા કામો પણ રજૂ થતાં જરૂરી સૂચનાઓ આપી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં વોર્ડ સમિતિઓમાંથી મોટા પ્રોજેક્ટ, રસ્તા સહિતનાં મહત્ત્વનાં અને સ્ટેન્ડિંગ કમિટીના કાર્યક્ષેત્રને અનુરૂપ કામોની દરખાસ્તો રજૂ થાય તે માટે કોર્પોરેટરો અને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે તેમ પરેશ પીપળીયાએ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકમાં વોર્ડ સમિતિઓની દરખાસ્તો અંગે ચર્ચા કરતા ચેરમેન પરેશ પીપળીયા, કમિટીના સભ્યો તથા અધિકારીઓ તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:10 PM IST)










