તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ચાંદીપુરા વાયરસ અને ચોમાસાજન્ય રોગચાળા સામે મનપા સજ્જ
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇઃ સંપૂર્ણ વ્યવસ્થા સુનિヘતિ કરવા સુચના ડોર-ટુ-ડોર સર્વે, ફોગિંગ, એન્ટી-લાર્વલ અને સેન્ડફ્લાય નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવા સૂચનાઃ બાળકોમાં તાવ, આંચકી કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા મનપાની અપીલ

રાજકોટ, તા.૨૪: શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન. નાયબ મ્યુનિસિપલ કમિ‘રશ્રીની ઉપસ્થિતિમાં તા.૨૩ જુલાઇ ના રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સરવે વધારવા અને નાના બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સુનિヘતિ કરવા સૂચના આપી.
મેલેરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર તથા માખીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન ફોગિંગ અને એન્ટી-લાર્વલ (Pesticide Spraying) કામગીરી વધુ ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે.
શંકાસ્પદ કેસોના તાત્કાલિક નિદાન અને આઇસોલેશન માટે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સતત સંકલન રાખવા માટે જણાવવામાં આવેલ છે, જેથી કોઈપણ કટોકટીમાં ત્વરિત સારવાર પૂરી પાડી શકાય.
ગમાણ અને તબેલા વિસ્તારમાં ગંદકી ન થાય તથા જીવજંતુઓનો ઉપદ્રવ ન વધે તે માટે એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને સઘન ઝુંબેશ ચલાવવા સૂચના અપાઈ.
ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે કાચા મકાનો, તિરાડો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો છંટકાવ (Dusting) સઘન બનાવવા આદેશ અપાયા.
સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ.
રાજકોટના નાગરિકોને ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા ખૂબ જ જરૂરી છે. આ વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી નાની વયના બાળકોને વધુ અસર કરે છે. જો તમારા બાળકમાં અચાનક તીવ્ર તાવ, ઝાડા-ઉલટી, ચક્કર આવવા, સુસ્તી, આંચકી (ખેંચ) આવવી જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર તુરંત નજીકના બાળરોગ નિષ્ણાંત અથવા સરકારી હોસ્પિટલ ખાતે બાળકોના વિભાગમાં બતાવવા અને પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા, પાણી ભરાઈ ન રહેવા દેવા અને કોઈપણ ઙ્કકારના તાવના લક્ષણોમાં પોતાની જાતે દવા લેવાનું ટાળવા તેમજ બાળકોની ખાસ કાળજી લેવા રાજકોટ મહાનગરપાલિકા જાહેર અપીલ કરે છે.
(3:53 PM IST)










