તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
મનપા દ્વારા ૩૩૯૮ર શેરી ફેરીયાઓને લોન અપાઇ નવી લોન માટે યોજનાનો લાભ લેવા તંત્રનો અનુરોધ

રાજકોટ તા. ૧૪: ભારત સરકાર દ્વારા COVID-19થી અસરગ્રસ્ત ‘‘શેરીફેરિયાઓ માટે PMSVANidhi યોજના થકી તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી ર્વકિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી મંત્રાલય દ્રારા PMSVANidhi યોજના માર્ચ-૨૦૩૦ સુધી લાગુ કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે ‘‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫''ની ઉજવણીમાં ભારત સરકારશ્રી દ્વારા શેરીફેરિયાઓ માટે PMSVANidhi યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓનીલોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
ભ્પ્ લ્સ્ખ્ફશફુત્ર્શ યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા કુલ-૩૩,૯૮૨ લાભાર્થીઓને સિકયુરીટી વિના લોન મળેલ છે. હજુ પણ આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરી પ્રકારનો વ્યવસાય કરતા રાજકોટ શહેરના લાભાર્થીઓને ફશ્ન્પ્ સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, શ્ભ્ત્ આઈ.ડી.,ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે કચેરીનો સંપર્ક કરવારાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
(3:39 PM IST)










