<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મનપાના પેન્‍શનરો આનંદો : હયાતીની ખરાઇ માટે ધક્કાબંધઃ ઓનલાઇન પ્રક્રિયાનો પ્રારંભ

ડિજીટલી અથવા સીએસસી સેન્‍ટર ખાતેથી ડીએલસી જનરેટ થઇ શકશે

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તેના પેન્‍શનર્સને વધુ સુવિધા ઉપલબ્‍ધ કરાવવાના હેતુથી હયાતીની ખરાઈ પ્રક્રિયાને ડિજિટલ સ્‍વરૂપે સરળ બનાવવામાં આવી છે. આ માટે પ્રથમ વખત Jeevan Praman Portal મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈની વ્‍યવસ્‍થા અમલમાં મૂકવામાં આવી છે.

આ નવી વ્‍યવસ્‍થાના અમલીકરણથી હવે રાજકોટ મહાનગરપાલિકાના પેન્‍શનર્સને હયાતીની ખરાઈ માટે કચેરીમાં રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં. પેન્‍શનર્સ પોતાના આધાર નંબર, મોબાઇલ નંબર તથા બાયોમેટ્રિક ઓળખના આધારે Jeevan Praman Portal, Jeevan Praman App અથવા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર (CSC) તેમજ અન્‍ય અધિકળત કેન્‍દ્રો ખાતે જઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરાવી શકશે.

Jeevan Praman Portal પર સફળતાપૂર્વક જનરેટ થયેલ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન પ્રાપ્ત કરી તેની ચકાસણી કરવામાં આવશે. આ વ્‍યવસ્‍થાના અમલથી પેન્‍શન ચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ પેન્‍શનર્સને આ નવી ઓનલાઈન સુવિધાનો લાભ લઈ સમયસર પોતાની હયાતીની ખરાઈ કરાવવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તેઓ અનાવશ્‍યક બેંક તથા કચેરીના ધક્કાથી બચી શકે. વધુ માહિતી માટે સંબંધિત હિસાબી શાખાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

(2:49 PM IST)