તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 16th November 2026
મનપા દ્વારા રંગોળી કલાકારોનું પુરસ્કારથી સન્માન
દિવાળી કાર્નીવલ દરમિયાન યોજાયેલ રંગોળી સ્પર્ધાના વિવિધ વિભાગોના વિજેતાઓ જાહેર : ગ્રૂપ રંગોળીમાં ધૃતિ હરસોડા અને ટીમ, વ્યકિતગત રંગોળીમાં અમુલ કંજારીયા તથા ડેકોરેટીવ રંગોળીમાં ઇશિતા રાચ્છ પ્રથમ ક્રમે વિજેતા

રાજકોટ તા.૧૬: મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં ૨૬૮થી વધુ કલાકારોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટની જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં કલા, સંસ્કળતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્ષ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૬૮થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને કલા રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ભારતીય સંસ્કળતિ, ધાર્મિક પરંપરા, રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સામાજિક જાગળતિ, પ્રકળતિપ્રેમ સહિતના વિવિધ વિષયો પર આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. પરંપરાગત રંગોળી શૈલીની સાથે આધુનિક કલાત્મક અભિગમનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જે અંતર્ગત ગ્રુપ રંગોળી પ્રથમ ત્રણ વિજેતા ટીમને રૂ. ૫,૦૦૦ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ. જેમાં ધળતિ હરસોડા અને ટીમ, માહી અકબરી અને ટીમ તથા શક્તિરાજ જાડેજા અને ટીમને ઇનામો આપવામાં આવેલ હતા. ઇન્ડિવિડ્યુઅલ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓ અમુલ કંજારિયા, રોનક માલી,મૈત્રી વેકરીયા, જીજ્ઞેશ ધોળકિયા તથા દર્પણ ધોળકિયાને રૂ. ૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવેલા.
જયારે ડેકોરેટિવ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓ ઈશિતા રાચ્છ, સ્વાતી જીવરાની, ક્રિશ બડેલિયા, શ્યામ પટેલ તથા કપિલ સોમૈયાને રૂ. ૨,૫૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચા, મૌલિકભાઈ ગોટેચા, સુરેશભાઈ રાવલ, મુકેશભાઈ વ્યાસ, રશેશભાઈ વ્યાસ, હરદેવસિંહ વાઘેલા, વિવેક પોરિયા, દિગીશ વડોદરિયા, શિવમ અગ્રવાલ, ભૂષણ સંપટ, જયશ્રીબેન રાવલ, હેમાલીબેન વ્યાસ, સીમાબેન અગ્રવાલ, વિશાલભાઈ જોશી, રશ્મિ વાઘેલા, દ્રષ્ટિ કટારીયા, ભક્તિ ખરસાણી, રિતિક મેહતા અને અરંગ સોલંકી સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે આસિતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ દવે, એમ. યુ. ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઈ સૂચક, ચૈતન્યભાઈ વ્યાસ, મુકેશભાઈ ડોડિયા અને મુકેશભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી.
(3:33 PM IST)










