તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
કાલે મનપાનું જનરલ બોર્ડઃ ભાજપ-કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોના ૨૩ પ્રશ્નોથી ગાજશે બોર્ડ
ભાજપના ૭ કોર્પોરેટરોના ૧૫ અને કોંગ્રેસના ૩ કોર્પોરેટરોના ૮ પ્રશ્નો રજૂ : વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડાના આવાસના પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતીકાલે મળનાર છે. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ૧૦ કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૩ પ્રશ્નો ચર્ચામાં આવનાર હોવાથી સવાલ-જવાબનો દોર રસપ્રદ બની રહેવાની શકયતા છે. ભાજપના ૭ કોર્પોરેટરો દ્વારા ૧૫ પ્રશ્નો જ્યારે કોંગ્રેસના ૩ કોર્પોરેટરો દ્વારા ૮ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.
જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરીની શરૂઆત વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડાના પ્રશ્નથી થશે. અગાઉ જાહેર થયેલી પ્રાથમિક યાદીમાં પાંચ કોર્પોરેટરોના ૧૨ પ્રશ્નો નોંધાયા હતા, જ્યારે હવે અંતિમ રીતે ભાજપ-કોંગ્રેસના મળીને કુલ ૧૦ કોર્પોરેટરોના ૨૩ પ્રશ્નો બોર્ડ સમક્ષ આવ્યા છે.
ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસો, ખાલી પડેલા આવાસોની સ્થિતિ, આરોગ્ય શાખાના સ્ટાફની કામગીરી, આંગણવાડીની સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રોમાં ધાત્રી માતાઓને મળતી સેવાઓ, વિજિલન્સ વિભાગની કામગીરી તેમજ શહેરમાં પાણીની પાઇપલાઇન સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહેવાની શકયતા છે.
આમ, ભાજપના ૭ કોર્પોરેટરોના ૧૫ અને કોંગ્રેસના ૩ કોર્પોરેટરોના ૮ મળી કુલ ૨૩ પ્રશ્નો સાથે આવતીકાલનું જનરલ બોર્ડ પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચાથી ધમધમતું રહે તેવી શકયતા છે.
કાલે સવારે ૧૧: કલાકે મેયર નેહલ શુકલના અધ્યક્ષ સ્થાને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ યોજાશે. આ બોર્ડમાં પ્રથમ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ પુછેલ પ્રશ્નોના જવાબો સંબધીત વિભાગના અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવશે. આ વખેતે ફરી વોર્ડ નં. પના ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા એલ૧ તમામ પ્રકારના આવાસો હાલ સુધીમાં કયા કયા વિસ્તારોમાં બનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા હાલ દિવસ સુધીમાં બનાવેલા આવાસો પૈકી કઇ કઇ આવાસોમાં કેટલા કેટલા સમયથી ખાલી છે. આરોગય શાખાની તમામ સ્ટાફની કુલ કામગીરી ફિલ્ડ તથા ઓફીસ સ્ટાફની વિગતવાર સહિતના પ્રશ્નોની બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.
જનરલ બોર્ડમાં બીજો પ્રશ્ન વોર્ડનં.૧ના કોર્પોરેટર અંજનાબેન દ્વારા આંગણવાડીનો લાભ વધુને વધુ બાળકી લ્યે તે માટેની કાર્યવાહી તથા આરોગ્ય કેન્દ્રમાં ધાત્રી માતાઓને રોગોની દવા, ઇંજેકશન સહિતની સુવિધાઓ અંગે પૂછવામાં આવ્યો છે.
જયારે ત્રીજા ક્રમાંકે વોર્ડ નં.૯ના કોર્પોરેટર જાનકીબેન કાટોલીયાએ વિજીલન્સ વિભાગએ કઇ પ્રકારની કામગીરી કરી છે તે છેલ્લા ર વર્ષમાં કયાં કયાંને કઇ પ્રકારના સેમ્પલ લીધા તેમાં કેટલા નાપાસ થયાને તેમાં કેટલા કોન્ટ્રાકટર ઉપર પગલા લીધાને કેટલા અધિકારીઓ પર કામગીરી તે અંગે પ્રશ્ન પુછયો છે.
જયારે ચોથા ક્રમાકેવોર્ડ નં.૧૧માં પાણીની લાઇનનો હિસાબ માંગતા રક્ષિત કલોલા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રક્ષિત કલોલાએ પાણીના પ્રશ્નને કેન્દ્રમાં રાખી વોટર વર્ક્સ વિભાગને ત્રણ સવાલો કર્યા છે. વોર્ડ નં.૧૧માં અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર DI પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, હજુ કેટલી લાઇન નાખવાની બાકી છે અને બાકી કામગીરી કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે- તેનો સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો છે.


(3:03 PM IST)










