તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 7th July 2026
મનપાના ફુડ વિભાગની તવાઇઃ વધુ ૧૧ પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસઃ બટર, પનીર, ચીઝ, પીઝા બેઝ, ગાંઠિયા સહિત ૧૨૨ કિલો અખાદ્ય ચીજોનો નાશ
ગંદકી અને ભેળસેળ સામે કાર્યવાહીઃ એક પેઢીને નોટીસ, રૂા.૧૩ હજારનો દંડ વસૂલ, વિવિધ ખાદ્ય પદાર્થોના નમુનાઓ તપાસ માટે લેવામાં આવ્યા

રાજકોટ તા.૭: મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૧૧ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૧૨૨ ધ્ અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૧ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.૧૩,૦૦૦ ની પેનલ્ટી વસૂલવામાં આવેલ છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ‘‘પીઝા કન્ટ્રી કિચન''યુનિવર્સિટી રોડ મુકામેથી ૧૪ કિલો એક્સપાયર પીઝા બેઝ, પડતર/ વાસી -તૈયાર ગ્રેવી, પાસ્તા, નુડલ્સ નો નાશ નાશ કરી રૂ.૫,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરી ડેરિસ્ટા ચીઝ નો નમૂનો લેવામાં આવેલ તેમજ નોટિસ આપવામાં આવેલ.
‘‘અમુલ પાર્લર'' સ્થળ -જાગનાથ ચોક પાસે, ન્યુ કોલેજવાડી મેઇન રોડ, મુકામેથી ૪૫ કિલોમાંથી એક્સપાયર આઇસ્ક્રીમ, ચોકલેટ, પનીર, ફ્રોઝન સમોસાં નો નાશ નાશ કરી રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ‘‘માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝા'' રેસકોર્સ રીંગ રોડ મુકામેથી ૨૩ કિલો એક્સપાયર પીઝા બેઇઝ, ડેટ વગરનો શીતલ આઇસ્ક્રીમ નો નાશ કરી રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. ‘‘કટક બટક ફાસ્ટ ફૂડ'' સ્થળ -નાણાંવટી ચોક, મુકામેથી ૪ કિલો એક્સપાયર ફ્રોઝન સમોસાં, પિઝા બેઝનો નાશ નાશ કરી રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ‘‘જૈન ફૂડ'' નિજાનંદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની નીચે, ઢેબર રોડ મુકામેથી ૧૨ કિલો વાસી મીઠાઈ, સડેલા કેળા નો નાશ નાશ કરી રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તીખા ગાઠીયા (લુઝ) નમૂનો લેવામાં આવેલ. ‘‘દેવ ફાસ્ટ ફૂડ'' નિર્મલા રોડ, મુકામેથી ૧૪ કિલો વાસી/પડતર ચીઝ, ગ્રેવી, સલાડ નો નાશ નાશ કરી રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી (૧)બટર લુઝ, (૨)પનીર લુઝ ના નમૂના લેવામાં આવેલ. ‘‘જય દ્વારકાધીશ ગોલાવાલા'' નિર્મલા રોડ, મુકામેથી ૫ ધ્ ખરાબ પડતર મિલ્ક ક્રીમ નો નાશ કરી રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી મિલ્ક ક્રીમ લુઝ નો નમૂનો લેવામાં આવેલ. ‘‘ઈટ & જોય ફૂડ'' કાલાવડ રોડ, કોટેચા ચોક પાસે મુકામેથી ૫ કિલો એક્સપાયર બ્રેડ, બાફેલા બટેટાનો નાશ નાશ કરી રૂ.૧,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ‘‘ગૂજરાત ફૂડ્સ'' પેઢી રૈયા ગામ, રાજ રાજેસ્વરી મંદિર સામે, રૈયા રોડ, મુકામેથી તપાસ કરી પેઢી માંથી આવેલ ડેનકેન ડેરી કનટેકસટ એનાલોગ (ફ્રોમ ૧ કેજી પેકડ), અરીકા મેડીસમ ફેટ નપીર (ફ્રોમ ૧ કેજી પેકડ) ના નમૂના લેવામાં આવેલ. ‘‘D.N.S આઇસ્ક્રીમ''સ્થળ -કિશનપરા ચોક મુકામેથી ચોકલેટ કોકો શેઇક નો નમૂનો લેવામાં આવેલ છે
(3:06 PM IST)










