<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મનપા દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કાર્યક્રમ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્‍મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ડૉ.શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં, રેસકોર્ષ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ મહાનગરપાલિકાના  મેયર ડૉ.નેહલ શુક્‍લ તેમજ મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્‍યક્ષશ્રી આર. સી. ફળદુ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્‍યો  રમેશભાઈ ટીલાળા,  ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ અધ્‍યક્ષ ડો.માધવભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રીઓ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, કોર્પોરેટરો, અધિકારીઓ - કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સૌ મહાનુભાવોએ રેસકોર્ષ આર્ટ ગેલેરીની બાજુમાં આવેલ ભગવાનશ્રી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાંજલિ કરી સ્‍ટોલ નિદર્શન કર્યું હતું. ત્‍યારબાદ સાંસ્‍કળતિક કાર્યક્રમ નિહાળ્‍યો હતો. મંચસ્‍થ સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મંચસ્‍થ મહાનુભાવોનું સૂતરની આટીથી સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ અને સમાજ કલ્‍યાણ સમિતિના સભ્‍ય રાજેશ્રીબેન માલવીયા દ્વારા કરવામાં આવેલ. ત્‍યારબાદ માન. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું ઉદબોધનનું લાઈવ પ્રસારણ નિહાળ્‍યું હતું અને કાર્યક્રમના અંતે સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.

(3:36 PM IST)