News of Saturday, 9th May 2026
જાહેર જીવનમાં મમતા, સમતા અને ક્ષમતાથી રમતા અને ગમતા મુકેશ દોશીનો જન્મદિન
રાજકીય આંબા ઉછેરી સફળતાની કેરી ઉતારી, અમૂકના ‘ગોટલા’ કાઢી નાખ્યા

રાજકોટ : માણસની વધતી ઉંમરનો સીધો સંબંધ ઍના મન પર હોય છે. પાનખરમાં પડેલી વાસંતી શકયતાઓનો કોઇ પાર નથી. પાંદડુ ખર્યાની વેળાઍ વાસ્તવમાં કુંપળ ફુટવાની વેળા બની રહે છે. આજથી ઍક વર્ષ પહેલા સતાવાર રીતે સિનિયર સીટીઝનનો દરજ્જા મેળવનારા રાજકોટ શહેર ભાજપના (અ)ભુતપુર્વ પ્રમુખ શ્રી મુકેશ પી. દોશીઍ આજે યશસ્વી જીવનના ૬૧ માં વર્ષના પાંદડાને ખંખેરી કુંપળની જેમ ફુટેલા આશાભર્યા ૬રમાં વર્ષને આવકાર્યુ છે. તન, મન અને ધનની તંદુરસ્તીભર્યા જીવનમાં તેઓ ઉંમર લાયક થવાની સાથે ઉંમરને લાયક પણ છે.
મૂળ જસદણ પંથકના ભાડલાના લાડલા શ્રી મુકેશ દોશી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાઇને સવાયા સેવક બન્યા છે. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા, વિવેકાનંદ યુથ કલબ, યંગસ્ટાર કલબ, શ્રીનીધિ ક્રેડીટ સોસાયટી, સાહિત્ય સેતુ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા સ્કુલ વગેરે સંસ્થાઓ સાથે સ્નેહથી સંકળાયેલા છે. તેમના વડપણમાં દર વર્ષે યોજાતા સમુહલગન્ ‘વહાલુડીના વિવાહ’ ઍ સાત સમંદર પાર સુધી સૌરભ મહેકાવી છે. તેઅો શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર ભાજપના મંત્રી, પ્રમુખ વગેરે સ્થાનો પર રહી ચુકયા છે. મ્યુ. કોર્પોરેશન, ધારાસભા, લોકસભાની ચુંટણીઓમાં તેમણે પોતાના કૌશલ્યનો કરિશ્મા બતાવ્યો છે.
શ્રી મુકેશ દોશી માને છે કે ‘લાઇક’ લેવી તેના કરતા લોકોના હ્દયમાં આપણું નામ સેવ કરાવવું તે મહત્વની બાબત છે. તેઑ જાહેર જીવનમાં ઘસાયા પછી અને ઘડાયા પછી નવી ‘ચમક’ પામ્યા છે. અત્યારે તેમની પાસે કોઇ રાજકીય પદ નથી પણ ‘કદ’ અમાપ છે. અનેકના હ્નદયમાં ધબકવાની અને અમુકની આંખોમાં ખટકવાની સ્થિતિ તેમણે સ્વીકારી લીધી છે. તેઓ હકારાત્મકતાના હિમાયતી છે. મસળે કોઇ તો સામે મહેક દઇઍ તાજી તાજી, ફુલ તો ઍની ફોરમ ઢાળી રાજી-રાજી...
મો. ૯૮રપ૦ ૭૭૭રપ-રાજકોટ.
(11:01 AM IST)










