<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

શાપરના પડવલામાં મુકેશ ડામોર ઝેરી દવા પી ગયોઃ ગંભીર હાલત

રાજકોટ તા. ૨૩: શાપરના પડવલા ગામે રહેતાં અને ખેત મજુરી કરતાં મુળ એમપીના મુકેશ ખુમનભાઇ ડામોર (ઉ.વ.૪૦) નામના યુવાને રાતે વાડીએ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી છે.

આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથો છે અને તેને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. રાતે નવેક વાગ્‍યે તે ઉલ્‍ટી કરવા માંડતાં તપાસ થતાં તેણે ઝેર પીધાનું જણાતાં બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. તે ભાનમાં ન હોઇ કારણ જાણી શકાયું નથી. શાપર પોલીસ વધુ તપાસ કરે છે.

(4:11 PM IST)