<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

પડધરીના તરઘડી પાસે એમ.પી.નો શ્રમિક દેશી તમંચા સાથે પકડાયો

બાધી ગામ જવાના રસ્‍તે આવેલા કારખાના પાસે પડધરી પોલીસનો દરોડો : દેશી તમંચો ઉપરાંત ૪ જીવતા કાર્ટીસ મળતા કબ્‍જે

રાજકોટ, તા. ર :  પડધરી તાલુકાના તરઘડી ગામ પાસેથી પડધરી પોલીસે બાતમીના આધારે કારખાનામાં રહી મજુરીકામ કરતા એમ.પી.ના શ્રમિકને દેશી તમંચા અને ૪ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

પડધરી પોલીસનાં પીએસઆઇ એ.એસ.અગ્રાવત, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, કોન્‍સ. અબ્‍બાશભાઇ ભારમલ, વસંતભાઇ ભુડીયા, સાતારભાઇ ખટાણા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે બાતમીના આધારે તરઘડીમાં બાધી ગામ જવાના રસ્‍તે આવેલ આર્વીક કારખાનાના ગેઇટ પાસેથી દિનેશ હરીરામ રજાક (ઉ.વ.ર૬) રહે. તરઘડી આર્વીક કારખાનાની ઓરડીમાં મુળ એમ.પી.ને પકડી તલાસી લેતા તેની પાસેથી રૂા. પ હજારની કિંમતો દેશી તમંચો અને રૂા. ૪૦૦ ના ૪ જીવતા કાર્ર્ટીસ મળીઅ ાવતા કબ્‍જે કરી આરોપીની વધુ પુછતાછ શરૂ કરી છે.

(3:45 PM IST)