તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ત્રણ સંતાનની માતાએ ફોન કરી પ્રેમમાં ફસાવ્યો, સગાઇ તોડાવીઃ દીપક ઝેર પી ગયો
ચુનારાવાડનો યુવાન કહે છે-છએક મહિના પહેલા અજાણ્યા નંબર પરથી ફોન આવતાં યુવતિ સાથે પરિચય થયો હતોઃ હવે તે પૈસા માંગી હેરાન પરેશાન કરે છે!

રાજકોટ તા. ૯: ચુનારાવાડમાં રહેતાં એક યુવાનને ત્રણ સંતાનની માતાએ પ્રેમમાં ફસાવી આ યુવાનની સગાઇ થઇ હોઇ તે પણ તોડાવી નાંખતા અને હવે સંબંધ પુરો કરવો હોય તો રૂપિયા દેવા પડશે તેમ કહી ધમકી આપી હેરાન કરતી હોઇ આ યુવાને ઘર નજીક રાવણ ચોકમાં આવેલા રામ મંદિરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે.
ચુનારાવાડમાં રાજમોતી મીલ પાસે રહેતો દીપક રામજીભાઇ બાટા (ઉ.વ.૩૦) ઘર પાસે આવેલા રાવણ ચોકમાં રામજી મંદિરે રાતે એક વાગ્યે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
દીપક પાંચ બહેન અને બે ભાઇમાં વચેટ છે અને છુટક મજુરી કરે છે. દીપકે જણાવ્યું હતું કે છએક મહિના પહેલા હું ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. મેં ફોન રીસીવ કરતાં સામેથી કોઇસ્ત્રી વાત કરતી હતી. તેણે પોતાનું નામ જણાવ્યું હતું અને પોતે જેની સાથે રહે છે તે શખ્સ તેને હેરાન કરે છે તેવી વાતો કરી હતી અને બાદમાં ફરીવાર ફોન કરશે તેમ કહી ફોન મુકી દીધા બાદ ફરીથી ફોન કર્યો હતો. આ રીતે અમારી વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી અને મિત્રતા થઇ હતી.
બાદમાં મને ખબર પડી હતી કે તે ત્રણ સંતાનની માતા છે. જેથી મેં મિત્રતા ખતમ કરી હતી અને અમારી જ્ઞાતિમાં સગાઇ કરી લીધી હતી. આગામી દિવસોમાં અમારા લગ્ન થવાના હતાં અને તારીખ પણ અપાઇ ગઇ હતી. પરંતુ હવે આ યુવતિએ સંબંધ પુરો કરવો હોય તો પૈસા દેવા પડશે તેમ કહી મારી પાસે પૈસાની ઉઘરાણી ચાલુ કરી હતી અને મને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મારી જ્યાં સગાઇ થઇ હતી ત્યાં તાલાલા પંથકના ગામે જઇ સગાઇ પણ તોડાવી નાંખી હતી. તેથી કંટાળીને મેં ઝેરી દવા પી લીધી હતી. તેમ વધુમાં દીપકે આક્ષેપો સાથે જણાવતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:39 PM IST)










