તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ડબલ મર્ડર ભરવાડ બંધુ સુરેશભાઇ અને રાજેશભાઇ ધોળકીયાની કુટુંબી ભત્રીજા હાર્દિકના હાથે ક્રુર હત્યા
સોમનાથ સોસાયટીમાં લોહી રેડાયું : જમીનના પૈસા મામલે અઢી વર્ષથી ચાલતી માથાકુટ જીવલેણ બનીઃ મોટા ભાઇનું રાતે, નાના ભાઇનું સારવારમાં સવારે મૃત્યુ : મૃતક સુરેશભાઇના પુત્ર લાખાભાઇને પણ ઇજાઃ તેની ફરિયાદ પરથી છરીથી તૂટી પડનાર વૈશાલીનગરમાં રહેતાં કુટુંબી ભત્રીજા હાર્દિક ધોળકીયા સામે હત્યાનો ગુનોઃ હાર્દિકને પણ છરી-પાઇપથી થયેલા વળતા હુમલામાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળઃ તેની ફરિયાદ પરથી બે મૃતક ભાઇઓ સુરેશભાઇ અને રાજેશભાઇ, લાખાભાઇ અને કુટુંબી શિવા ડોંડા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો : સોમનાથ-૨માં રાધીકા ડેરી સામે રહેતાં રાજેશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫)ના ઘરે રાતે વૈશાલીનગરમાંથી કુટુંબી ભત્રીજા હાર્દિક ધોળકીયાએ આવી ‘અમારો ભાગ કેમ આપતાં નથી?' કહી માથાકુટ ચાલુ કરીઃ રાજેશભાઇએ ફોન કરી રૈયાધાર બંસીધર પાર્કમાંથી મોટા ભાઇ સુરેશભાઇ અને ભત્રીજા લાખાભાઇને બોલાવ્યાઃ ત્રણેય હાર્દિકને સમજાવતાં હતાં ત્યારે છરી કાઢી તૂટી પડયોઃ છાતીમાં લાગેલો એક જ ઘા સુરેશભાઇ ધોળકીયા (ઉ.વ.૫૦) માટે જીવલેણ નીવડયોઃ સારવાર દરમિયાન સવારે નાના ભાઇ રાજેશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫)એ દમ તોડયોઃ પરિવારજનોમાં કાળો કલ્પાંત

જ્યાં બબ્બે લોથ ઢળી ગઇ એ ઘટના સ્થળ, સેલસ હોસ્પિટલ ખાતે મૃતકોના સગા સંબંધી-પરિવારજનો, ઘટના સ્થળે પોલીસ અને ઉપરની તસ્વીરોમાં હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયાનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, તેની સાથે હત્યાનો ભોગ બનેલા નાના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયાનો ફાઇલ ફોટો અને સોૈથી છેલ્લે ફરિયાદી બનનાર મૃતક સુરેશભાઇના પુત્ર લાખાભાઇ ધોળકીયા જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા ) : હત્યાનો આરોપ જેના પર મુકાયો છે તે વૈશાલીનગર-૨૭માં રહેતો હાર્દિક ધુળાભાઇ ધોળકીયા (ઉ.વ.૨૭) સારવાર હેઠળ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૦: શહેરમાં ડબલ મર્ડરની એક ઘટના બની છે. મોડી રાતે એકાદ વાગ્યે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ-૨ સોસાયટીમાં રહેતા ભરવાડ યુવાન રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયાના ઘરે વૈશાલીનગરમાંથી તેનો કુટુંબી ભત્રીજો હાર્દિક ધુળાભાઇ ધોળકીયા આવી ગાળાગાળી કરતો હોઇ રાજેશભાઇએ ફોન કરી રૈયાધાર બંસીધર પાર્કમાંથી પોતાના મોટા ભાઇ સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને ભત્રીજા લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયાને બોલાવતાં આ ત્રણેયએ સાથે મળી તેમજ બીજા સગાએ હાર્દિકને ગાળો નહિ બોલવા અને માથાકુટ નહિ કરવા સમજાવતાં હાર્દિક નેફામાંથી છરી કાઢી સુરેશભાઇ પર તૂટી પડયો હતો અને છાતીમાં એક ઘા મારતાં તે ઢળી પડયા હતાં. બાદમાં રાજેશભાઇ અને લાખાભાઇને પણ ઇજા પહોંચાડી હતી. વળતા હુમલામાં હાર્દિક પણ ઘાયલ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં સેુરેશભાઇનો મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. તેના ભાઇ રાજેશભાઇ ગંભીર હાલતમાં દાખલ હતાં તેમનું પણ સવારે મૃત્યુ થતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી. સામે પક્ષે હાર્દિક પણ ગંભીર ઇજાઓ સાથે સારવારમાં છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સામ-સામે હત્યા અને હત્યાની કોશિષના ગુના દાખલ કર્યા છે. હત્યાના બનાવમાં પોલીસે રૈયાધાર બંસીધર પાર્ક શેરી નં. ૧ પાણીના ટાંકા પાછળ રહેતાં લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી હાર્દિક ધુળાભાઇ ધોળકીયા સામે ગુનો નોંધ્યો છે. લાખાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવારમાં મારા પિતા સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયા (ઉ.વ.૫૫), માતા લીલુબેન, મારા પત્નિ ભુમિબેન અને ભાઇ વિજયભાઇ સાથે રહુ છું અને કુવાડવા રોડ પર શીવ શક્તિ આટાની ચક્કી ચલાવી ગુજરાન ચલાવુ છું.
રાતે એકાદ વાગ્યે હું અને મારા પિતાજી સુરેશભાઇ ઘરે હતાં ત્યારે મારા કાકા રાજેશભાઇ ધોળકીયાનો ફોન મારા પિતાના ફોનમાં આવ્યો હતો અને કહ્યું હતું કે આપણો કુટુંબી ભત્રીજો-સંબંધી હાર્દિક ધોળકીયા મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે તમે ઝડપથી આવો. આથી હું અને મારા પિતા સુરેશભાઇ તુરત જ અમારી હુન્ડાઇ કારમાં મારા કાકા રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા કે જેઓ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ-૨ શેરી નં. ૪ના ખુણે રાધીડા ડેરી સામેના રોડ પર રહે છે તેમની ઘરે ગયા હતાં.
અમે ત્યાં પહોંચ્યા ત્યારે મારા કાકા રાજેશભાઇ, હનુભાઇ નાજાભાઇ, શીવાભાઇ નથુભાઇ ડોંડા હાજર હતાં. સામે હાર્દિક ઉભો હતો અને ગાળો બોલતો હતો. જેથી મારા હનુકાકાએ તેને સમજાવવા માટે તેની નજીક જતાં તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને વધુ ગાળો દેવા માંડયો હતો. આથી મેં અને મારા કાકા રાજેશભાઇ અમે બંનેઅ ે તેમના ઘર આગળ પડેલ લોખંડના પાઇપ લઇ લીધા હતાં. આ પછી પણ હું, મારા પિતા સુરેશભાઇ અને કાકા રાજેશભાઇ એમ ત્રણેય સાથે મળીને હાર્દિકને ગાળો નહિ બોલવા સમજાવ્યો હતો અને માથાકુટ ન કરવા પણ કહ્યું હતું.
આ વખતે હાર્દિકે-અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી પોતાના પડખામાંથી છરી કાઢી હતી અને મારા પિતા સુરેશભાઇને છાતીના ભાગે એક જોરદાર ઘા મારી દીધો હતો જેના કારણે તેઓ ત્યાં જ ઢળી પડયા હતાં. મારા કાકા રાજેશભાઇ વચ્ચે પડતાં હાર્દિકે તેમને પણ છાતીના ભાગે, પેટની નીચે તેમજ હાથ, શરીરના અલગ અલગ ભાગોમાં ઘા મારી દીધા હતાં. તેથી મારા કાકા પણ પડી ગયા હતાં. આ પછી હું મારા પિતા, કાકાને બચાવવા વચ્ચે પડતાં હાર્દિકે મને પણ છરીથી વાંસા, ડાબા હાથના ભાગે અને જમણા હાથની હથેળીમાં ઇજા પહોંચાડી દીધી હતી. આ વખતે હાર્દિકને પણ મારામારીમાં ઇજા થઇ હતી.
મારા પિતા સુરેશભાઇ અને કાકા રાજેશભાઇ લોહીથી લથબથ થઇ નીચે પડયા હોઇ હું, હનુકાકા, શીવાભાઇ સહિતના બંનેને અમારી કારમાં નાંખી રૈયા ચોકડી નજીક સેલસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં. અહિ મારા પિતાજીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. જ્યારે મારા કાકા રાજેશભાઇને ગંભીર હાલતમાં દાખલ કર્યા હતાં. મને પ્રાથમિક સારવાર અપાઇ હતી. સવારે સારવાર દરમિયાન રાજશેભાઇ બાલાભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫)નું પણ મૃત્યુ થતાં આ ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી.
આ હત્યાનું કારણ જણાવતાં વધુમાં લાખાભાઇ ધોળકીયાએ કહ્યું હતું કે-મારા પિતા સુરેશભાઇ અને કાકા રાજેશભાઇ સાથે હાર્દિક ધોળકીયાને કોૈટુંબીક ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોઇ મારા પિતા અને કાકાને હાર્દિક ફોનમાં ગાળાગાળી કરતો હતો. દરમિયાન મોડી રાતે એક વાગ્યે હાર્દિક મારી નાંખવાના ઇરાદા સાથે મારા કાકા રાજેશભાઇના ઘરે છરી લઇને આવ્યો હતો. જેની જાણ થતાં હું અને મારા પિતા સુરેશભાઇ પણ અહિ કાકાના ઘરે પહોંચ્યા હતાં. ત્યારે હાર્દિકે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કર્યો હતો. જેમાં મારા પિતાને છરીમાં લાગેલો એક જ ઘા જીવલેણ નીવડયો હતો. મારા કાકાને ગંભીર ઇજા થતાં તે સારવાર હેઠળ છે. પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમ, સુભાષભાઇ, અક્ષયભાઇ સહિતે ગુનો નોંધ્યો હતો.
સામા પક્ષે હત્યાનો આરોપી હાર્દિકભાઇ ધુળાભાઇ ધોળકીયા (ઉ.વ.૨૭-રહે. વૈશાલીનગર-૪, માધવ વાટીકા) પણ ઇજાઓ સાથે મધુરમ્ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે હાર્દિકની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા, તેના પુત્ર લાખાભાઇ ધોળકીયા, નાના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને શીવા નથુભાઇ ડોડા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. જેમાં હાર્દિકભાઇએ જુની જમીનના પૈસા બાબતે જુની અદાવત ચાલતી હોઇ તેના કારણે આ લોકોએ મારી નાખવાની ધમકી આપી ગાળો દઇ છરી, લોખંડના પાઇપથી હુમલો કરી માથા, મોઢા પર અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. (૧૪.૬)
હાર્દિકના સગાએ કહ્યું-૫૦૦૦ વારની કરોડોની જગ્યાનું સેટલમેન્ટ થયું તેમાંથી હાર્દિકના પરિવારને ૬૦ ટકા ભાગ દેવાનો હતોઃ આ ભાગ સુરેશભાઇ, રાજેશભાઇ આપતાં ન હોઇ વર્ષોથી માથાકુટ ચાલતી હતી
ઞ્જહત્યાની આ ઘટના પાછળ જમીનના સેટલમેન્ટના પૈસા મામલે સાત વર્ષથી ચાલતી માથાકુટ કારણભુત હોવાનું બહાર આવ્યું છે. હત્યાના આરોપી હાર્દિકભાઇના સગા રાજુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા હાર્દિકના દાદા અને સામેવાળા અમારા કુટુંબી સુરેશભાઇ, રાજેશભાઇ વચ્ચે એક જમીનમાં સહીયારો કબ્જો હતો. આ જમીન ધોળકીયા સ્કૂલ પાસે આવેલી છે અને આશરે ચાર હજારથી પાંચ હજાર વારથી વધુની આ જમીનમાં સાત વર્ષ પહેલા સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ સેટલમેન્ટ થાય ત્યારે હાર્દિકના પરિવારને કુટુંબીઓ સુરેશભાઇ અને રાજેશભાઇએ સાંઇઠ ટકા ભાગ આપવાનો એવુ નક્કી થયું હતું. જે તે વખતે આ બંને ભાઇઓએ પોતે ભાગ આપી દેશે પણ હજુ અમુક વહિવટ બાકી છે તેવુ કહી ભાગ આપ્યો નહોતો. પરંતુ બાદમાં જમીનમાં ફેન્સીંગ બંધાવવાનું ચાલુ થઇ જતાં હાર્દિકના પરિવારજનોએ સેટલમેન્ટ થઇ ગયું છતાં અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી ભાગના રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ સુરેશભાઇ અને રાજેશભાઇ વાયદાઓ પાડતાં હતાં.સાત વર્ષથી અવાર-નવાર હાર્દિકભાઇના પરિવાર તરફથી પોતાના ભાગના પૈસાની માંગણી થતી હતી. પરંતુ સુરેશભાઇ અને રાજેશભાઇ પૈસાનું કંઇ સમજતાં નહોતાં. દરમિયાન આજથી પખવાડીયા પહેલા એક બેઠકમાં બંને પક્ષના લોકો ભેગા થયા હતા. ત્યારે પણ સુરેશભાઇ અને રાજેશભાઇએ દસ દિવસની મુદ્દત પાડી હતી. આ વાતને પખવાડીયુ વીતી ગયું છતાં ભાગ ન અપાતાં રાતે હાર્દિકભાઇ પૈસાની વાત કરવા સોમનાથ-૨માં રાજશેભાઇ ધોળકીયાની ઘરે ગયો હતો અને ત્યાં માથાકુટ થઇ હતી. તેમ વધુમાં હાર્દિકભાઇના સગાએ જણાવ્યું હતું.
મુળ અમરેલીના દુધાળાના વતનીઃ હત્યાનો ભોગ બનેલા સુરેશભાઇ અને રાજેશભાઇ ત્રણ બહેનો છેઃ બંનેના છ સંતાનોએ પિતાની છત્રવછાંયા ગુમાવતાં શોકની કાલીમા
* જમીનના ભાગના પૈસા મામલે જે બે સગા ભાઇઓની હત્યા થઇ છે તેમાં રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતાં સુરેશભાઇ બાલાભાઇ ધોળકીયા-ભરવાડ (ઉ.વ.૫૦)ને સંતાનમાં બે દિકરા લાખાભાઇ અને વિજયભાઇ છે. સુરેશભાઇ અમરેલીના દુધાળા ગામે ખેતીવાડી ધરાવે છે અને રાજકોટમાં દુધ તેમજ પશુ પાલનનો ધંધો કરતાં હતાં. જ્યારે તેમની સાથે હત્યાનો ભોગ બનેલા તેમના નાના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫) પણ પશુપાલન અને દુધનો ધંધો કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. આમ બંને ભાઇઓની એક સાથે હત્યાથી બંનેના છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો છે.
હત્યાનો ભોગ બનેલા આ બંને ભાઇઓને ત્રણ બહેનો છે જેના નામ રમુબેન, કમુબેન અને નીરૂબેન છે. (૧૪.૯)
સામ-સામે દાખલ થયેલી ફરિયાદોમાં બે આરોપીના મૃત્યુ, એક આરોપી સારવાર હેઠળ
ઞ્જહત્યા, હત્યાની કોશિષના આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી વૈશાલીનગરમાં રહેતાં હાર્દિક ધુળાભાઇ ધોળકીયા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તો બીજી તરફ હાર્દિક પણ ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા, તેના ભાઇ રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા, પુત્ર લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયા અને એક સગા શીવા નથુભાઇ ડોંડા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. આ ફરિયાદમાં બે આરોપી બે સગા ભાઇઓના મૃત્યુ થયા છે. જ્યારે સામા પક્ષે હાર્દિક સારવારમાં છે. (૧૪.૯)
હાર્દિકના સગાએ કહ્યું-૨૫૦૦ વારની કરોડોની જગ્યાનું સેટલમેન્ટ થયું તેમાંથી હાર્દિકના પરિવારને ૬૦ ટકા ભાગ દેવાનો હતોઃ આ ભાગ સુરેશભાઇ, રાજેશભાઇ આપતાં ન હોઇ સાત વર્ષથી માથાકુટ ચાલતી હતી
ઞ્જહત્યાની આ ઘટના પાછળ જમીનના સેટલમેન્ટના પૈસા મામલે સાત વર્ષથી ચાલતી માથાકુટ કારણભુત હોવાનું બહાર આવ્યું છે. હત્યાના આરોપી હાર્દિકભાઇના સગા રાજુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા હાર્દિકના દાદા અને સામેવાળા અમારા કુટુંબી સુરેશભાઇ, રાજેશભાઇ વચ્ચે એક જમીનમાં સહીયારો કબ્જો હતો. આ જમીન ધોળકીયા સ્કૂલ પાસે આવેલી છે અને આશરે ૨૫૦૦ વારથી વધુની આ જમીનમાં સાત વર્ષ પહેલા સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ સેટલમેન્ટ થાય ત્યારે હાર્દિકના પરિવારને કુટુંબીઓ સુરેશભાઇ અને રાજેશભાઇએ સાંઇઠ ટકા ભાગ આપવાનો એવુ નક્કી થયું હતું. જે તે વખતે આ બંને ભાઇઓએ પોતે ભાગ આપી દેશે પણ હજુ અમુક વહિવટ બાકી છે તેવુ કહી ભાગ આપ્યો નહોતો. પરંતુ બાદમાં જમીનમાં ફેન્સીંગ બંધાવવાનું ચાલુ થઇ જતાં હાર્દિકના પરિવારજનોએ સેટલમેન્ટ થઇ ગયું છતાં અમારો ભાગ કેમ આપતાં નથી તેમ કહી ભાગના રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ સુરેશભાઇ અને રાજેશભાઇ વાયદાઓ પાડતાં હતાં.
સાત વર્ષથી અવાર-નવાર હાર્દિકભાઇના પરિવાર તરફથી પોતાના ભાગના પૈસાની માંગણી થતી હતી. પરંતુ સુરેશભાઇ અને રાજેશભાઇ પૈસાનું કંઇ સમજતાં નહોતાં. દરમિયાન આજથી પખવાડીયા પહેલા એક બેઠકમાં બંને પક્ષના લોકો ભેગા થયા હતા. ત્યારે પણ સુરેશભાઇ અને રાજેશભાઇએ દસ દિવસની મુદ્દત પાડી હતી. આ વાતને પખવાડીયુ વીતી ગયું છતાં ભાગ ન અપાતાં રાતે હાર્દિકભાઇ પૈસાની વાત કરવા સોમનાથ-૨માં રાજશેભાઇ ધોળકીયાની ઘરે ગયો હતો અને ત્યાં માથાકુટ થઇ હતી. તેમ વધુમાં હાર્દિકભાઇના સગાએ જણાવ્યું હતું. (૧૪.૭)
માથાકુટના ઇરાદે હાર્દિક છરી લઇને જ સોમનાથ સોસાયટીમાં ગયો હતો
ઞ્જડબલ મર્ડરની આ ઘટનામાં પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ જુના જમીનના પૈસાની લેતીદેતી મામલે હાર્દિકને કુટુંબી કાકાઓ સુરેશભાઇ અને રાજેશભાઇ ધોળકીયા સાથે ચડભડ ચાલતી હોઇ તે રાતે છરી લઇને જ સોમનાથ સોસાયટીમાં રાજેશભાઇના ઘરે ગયો હતો અને ઝઘડો ચાલુ કરી પોતાના ભાગના પૈસા માંગ્યા હતાં. આ વખતે રાજેશભાઇને રૈયાધાર બંસીધરમાં રહેતાં મોટા ભાઇ સુરેશભાઇને ફોનથી જાણ કરતાં સુરેશભાઇ પણ દિકરા લાખાભાઇને લઇ કાર મારફતે સોમનાથ સોસાયટીમાં નાના ભાઇને ત્યાં પહોંચ્યા હતાં. આ પછી સુરેશભાઇ, રાજેશભાઇ અને લાખાભાઇએ સાથે મળી હાર્દિકને ગાળો નહિ બોલવા, માથાકુટ નહિ કરવા સમજાવ્યો હતો તે વખતે અચાનક તે નેફામાંથી છરી કાઢી તૂટી પડયો હતો. સુરેશભાઇને છાતીમાં એક જ ઘા લાગ્યો હતો તે જીવલેણ નીવડયો હતો. જ્યારે રાજેશભાઇ વચ્ચે પડતાં તેને આડેધડ ઘા મારી દીધા હતાં. સારવાર દરમિયાન સવારે તેનું પણ મૃત્યુ થયુ઼ હતું. જ્યારે લાખાભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો.
હત્યાની ઘટનાને પગલે રાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા
ઞ્જસોમનાથ સોસાયટીમાં હત્યાની ઘટનાને પગલે મોડી રાતે ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી સહિતનો કાફલો અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સી. એન. દવે, પીએઅસાઇ એ. આઇ. બ્લોચ તેમજ તેમની ટીમોએ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી હત્યા, હત્યાની કોશિષના ગુના દાખલ કરવા તજવીજ કરી હતી.
(3:10 PM IST)










