તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ફૂલછાબ આયોજિત મોરારિબાપુની રામકથાની વેબસાઇટનું કાલે લોન્ચિંગ
રાજકોટના ઇન્ફલુએન્સર્સનો સન્માન સમારોહ પણ યોજાશે

રાજકોટ : ફૂલછાબ દ્વારા આગામી તા. ૯ થી ૧૭ જાન્યુઆરી સુધી રાજકોટમાં મોરારિ બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રામકથા અને તની સાથે જોડાયેલી ‘વિદ્યાવૃક્ષ' યોજનાની સમગ્ર યોજનાની સમગ્ર વિગતોને રજુ કરતી વેબસાઇટનું આવતીકાલે તા. ર૦ રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે ધોળકિયા સ્કુલ ખાતે લોન્ચિંગ થવા જઇ રહ્યું છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી, મેયર ડૉ. નેહલ શુકલ, યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા, કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, ધોળકીયા સ્કુલના સંચાલક કૃષ્ણકાંતભાઇ ધોળકીયાના હસ્તે વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત સોશ્યિલ મિડિયામાં નામના ધરાવતા રાજકોટના ઇન્ફલુએન્સર્સનો સન્માન સમારોહ પણ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ૧૦પ વર્ષ જુના વર્તમાન પત્ર દ્વારા આયોજિત થઇ રહેલી મોરારિ બાપુની રામકથા ફકત ઐતિહાસિક જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે સામાજિક અને વૈશ્વિક બની રહેવાની છે. કથાનો હેતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. જન્મભૂમિ જૂથ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા ‘વિદ્યાવૃક્ષ' કેમ્પેઇન હેઠળ આ વિરાટ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હોવાનું ફૂલછાબના તંત્રી જવલંત છાયા અને મેનેજર નિતુ ઝીબાએ જણાવ્યું છે.
(12:02 PM IST)










