<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

કાલે રાજકોટમાં શરદોત્‍સવની ચાંદની ઉતરશેઃ રાસ-ગરબાની રમઝટ

મનપા દ્વારા શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો કાર્યક્રમનું રેસકોર્ષ ખાતે આયોજનઃ દુધ પોૈવાની પ્રસાદી : મેયર ડો.નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઇ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા રાજકોટની જનતાને નિમંત્રણ

રાતલડી રંગ ડોલરીયો...

મનપા દ્વારા કાલે યોજાનારા શરદોત્‍સવ-૨૦૨૬ કાર્યક્રમની ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયા તથા સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા રૂપરેખા વર્ણવામાં આવી હતી ત્‍યારની તસ્‍વીર(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૪: મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી સંસ્‍કળતિ, લોકકલા અને પરંપરાગત રાસ-ગરબાની સમળદ્ધ વિરાસતને જીવંત રાખવા તથા નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ‘‘શરદોત્‍સવ-૨૪અંતર્ગત ઇન્‍ટરનેશનલ ગરબા ગુપણ પ્રસ્‍તુત થરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આવતીકાલ તા.૨૫ ને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રેસકોર્ષ મેદાન ખાતે આવેલા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પરંપરાગત રાસ-ગરબા, લોકસંગીત અને ગુજરાતી સંસ્‍કળતિની રંગત સાથે શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઇન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ કંકણની પ્રસ્‍તુતિ સાથે અમરેલીનું જેસિંગપરા રાસ મંડળ અને રાજકોટનું કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ પોતાની આગવી શૈલીમાં રાસ-ગરબાની મનમોહક કળતિઓ રજૂ કરશે. વિવિધ રાસ મંડળોની કલાત્‍મક રજૂઆતો દ્વારા લોકસંગીતના મધુર સૂર, રાસના તાલ અને ગરબાની લયબદ્ધ રમઝટથી સમગ્ર વાતાવરણ ગુજરાતની લોકસંસ્‍કળતિના રંગે રંગાઈ ઊઠશે.

ભારતીય સંસ્‍કળતિમાં શરદ પૂનમનું વિશેષ ધાર્મિક, સાંસ્‍કળતિક અને લોકપરંપરાગત મહત્ત્વ છે. ચોમાસાની વિદાય અને શરદ ઋતુના આગમન સાથે આવતી શરદ પૂનમની રાત્રિ પૂર્ણ ચંદ્રની મનમોહક ચાંદની માટે જાણીતી છે. વર્ષોથી આ પર્વને આનંદ, ઉમંગ, ભક્‍તિ અને સામૂહિક ઉજવણી સાથે જોડીને જોવામાં આવે છે. ગુજરાતમાં શરદ પૂનમની ઉજવણી દૂધ-પૌવાની પ્રસાદી, ભજન, લોકસંગીત અને રાસ-ગરબાની પરંપરા સાથે વિશેષ રીતે કરવામાં આવે છે.

ગુજરાતની ઓળખ સમાન રાસ-ગરબા પેઢી દર પેઢીથી આપણી સંસ્‍કળતિને જીવંત રાખે છે. રાસ-ગરબા માત્ર નળત્‍ય કે મનોરંજનનું માધ્‍યમ નથી, પરંતુ તેમાં સામૂહિક એકતા, પરંપરાગત મૂલ્‍યો, સંગીત પ્રત્‍યેનો લગાવ અને કલાત્‍મક અભિવ્‍યક્‍તિનો સુંદર સમન્‍વય જોવા મળે છે. આવા સાંસ્‍કળતિક કાર્યક્રમો સ્‍થાનિક કલાકારો અને રાસ મંડળોને પોતાની કલા રજૂ કરવા માટે પ્રોત્‍સાહક મંચ પૂરો પાડે છે, તેમજ યુવા પેઢીને પોતાની સંસ્‍કળતિ અને પરંપરાઓ સાથે જોડાવાની તક આપે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ શરદોત્‍સવમાં કંકણ, જેસિંગપરા રાસ મંડળ-અમરેલી અને કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ-રાજકોટની પ્રસ્‍તુતિઓ દ્વારા લોકકલા અને પરંપરાગત નળત્‍યની વિવિધતા માણવા મળશે. શરદ પૂનમની રળિયામણી રાત્રિ, રાસ-ગરબાના તાલ અને દૂધ-પૌવાની પ્રસાદી સાથે આ ઉત્‍સવ રાજકોટવાસીઓ માટે આનંદ અને સાંસ્‍કળતિક સહભાગિતાનો યાદગાર અવસર બની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ દ્વારા રાજકોટના નાગરિકો, કલા રસિકો અને પ્રાચીન રાસ-ગરબાના શોખીનોને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે.

કાર્યક્રમની વિગતો

કાર્યક્રમઃ ‘‘શરદોત્‍સવ-૨૦૨૬''  તારીખઃ ૨૫ રવિવાર, સમયઃ રાત્રે ૮:૩૦ કલાકે, સ્‍થળઃ કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ મેદાન, રાજકોટ, પ્રસ્‍તુતિઃ ઇન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ કંકણ, જેસિંગપરા રાસ મંડળ-અમરેલી અને કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ-રાજકોટ.

આરતી સાથે અનોખી પ્રસ્‍તુતી

કંકણ, જેસિંગપરા રાસ મંડળ-અમરેલી તથા કારડીયા રાજપૂત સમાજ રાસમંડળ- રાજકોટ રંગ જમાવશે

મનપા દ્વારા કાલે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર શરદ પુનમની રાતલડી રંગ ડોલરીયો કાર્યક્રમનો શુભારંભ માતાજીની આરતી સાથે કરવામાં આવશે. આરતી સાથે ખાસ નૃત્‍યની પ્રસ્‍તુતી કંકણ ગ્રુપના સભ્‍યો દ્વારા કરાશે. આ ઉપરાંત કંકણ ગ્રૂપની ૧૬, અમરેલી જેસિંગ પરા રાસ મંડળની ૨ તથા  રાજકોટ કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ દ્વારા પણ ૨ કૃતિ રજુ કરાશે. રાજકોટની જનતા ૨૦ જેટલી અદ્‌ભુત પ્રસ્‍તુતી માણવા મળશે.

સાડા ત્રણથી ચાર હજાર લોકો

માટે સોફા-ખુરશીની વ્‍યવસ્‍થા

આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે બે વિશાળ LED સ્‍ક્રીન પણ મુકાશે

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રાત્રે ૮: ૩૦ કલાકે રેસકોર્સ સ્‍થિત રમેશ પારેખ રંગદર્શનમાં શરદપૂનમ નિમિત્તે ‘રાતલડી રંગ ડોલરીયો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. લાંબા સમય બાદ યોજાનારા આ રાસોત્‍સવને લઈને મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં અંદાજે સાડા ત્રણથી ચાર હજાર લોકો બેસીને રાસોત્‍સવ માણી શકે તે માટે સોફા અને ખુરશી સહિતની બેઠક વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કાર્યક્રમ સ્‍થળે પાછળની હરોળમાં બેઠેલા દર્શકો પણ રાસોત્‍સવના રંગારંગ નજારાને સ્‍પષ્ટ રીતે નિહાળી શકે તે માટે બે અલાયદી વિશાળ LED સ્‍ક્રીન લગાવવામાં આવશે. શરદપૂનમની રઢિયાળી રાતે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા મહાપાલિકાના અધિકારીઓ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્‍યસ્‍ત બન્‍યા છે.

(2:26 PM IST)