News of Friday, 19th June 2026
એક મહિનામાં શહેર પોલીસે લીલા છોડ સહિત ૧૮.૬૮ લાખથી વધુનો ગાંજો, ડ્રગ્સ પકડયા
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક મળી : ૧૦ આરોપીઓને પકડી લઇ કામગીરી કરાઇઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાઅ માહિતી જણાવીઃ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ઝોન-૨ રાકેશ દેસાઇ, એસઓજી પીઆઇ એન. બી. ચોધરી સહિતની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરશ્રીએ નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર રહે તે માટે ખાસ કરીને કોલેજ, યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન કરવા સૂચના આપી હતી. વધુમાં નોડલ અધિકારીઓએ વિશેષ સતર્કતા દાખવી આ પ્રકારની કોઈ પ્રવળત્તિ જણાય તો પોલીસ વિભાગને જાણ કરવા સુચના આપી હતી.
ડીસીપી ક્રાઇમશ્રી જગદીશ બાંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં એક માસમાં ગાંજાના ૩૭ છોડ સહીત રૂ. ૧૭ લાખનો ગાંજો તેમજ રૂ. ૧.૬૮ લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન મળીને કુલ રૂ. ૧૮.૬૮ લાખની કિંમતના નશાકારક પદાર્થ ઝડપી ૬ કેસમાં ૧૦ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માહિતી આપતા જણાવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તમાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરૂધ્ધ કોટપા એક્ટ હેઠળ ૧૩૬ કેસમાં રૂ. ૨૭,૨૦૦ અને મહાનગરપાલિકા દ્વારા ૯૪ કેસમાં રૂ. ૨,૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું જયારે એન્ટી ડ્રગ્સ સીઆઇડી ક્રાઇમ દ્વારા રૂ. ૨ લાખથી વધુની કિંમતનો ૪ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું શ્રીબાંગરવાએ જણાવ્યું હતું.
તેમજ મહાનગરપાલિકા ફૂડ એન્ડ ડ્રગ્સ આરોગ્ય વિભાગ દ્વારા સર્ચની કામગીરીની વિગત પુરી પાડવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક ડ્રગ્સ અંગે કરવામાં આવેલા જાગળતિ કાર્યક્રમની માહિતી પુરી પાડવામાં આવી હતી.
એન્કોર્ડ બેઠકમાં ડી.સી.પી. ઝોન -૧ શ્રી હેતલ પટેલ, ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, એસ.ઓ.જીના પી.આઈ. શ્રી એન.બી.ચૌધરી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કળષિ અને વન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કસ્ટમ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક વિભાગ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતાં. (૧૪.૧૦)
(3:03 PM IST)










