તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
રાજકોટ જીલ્લામાં ચોમાસુઃ અત્યાર સુધીમાં ૬૧.૮૪ ટકા વરસાદઃ ગોંડલમાં સૌથી વધુ ૯૦ ટકા તો ઉપલેટામાં માત્ર ૩૦ ટકા
જીલ્લામાં સરેરાશ કુલ ૪પ૮.ર૭ મીમી વરસાદની નોંધણીઃ ૩૦ વર્ષની સરેરાશમાં ર૮૩ મીમીની મોટી ખાધ કેટલાક તાલુકામાં વરસાદનું પ્રમાણ ૭૦ થી ૯૦ ટકાઃ તો કેટલાકમાં પ૦ ટકાથી પણ ઓછ

રાજકોટ, તા. ર૪: રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૪૫૮.૨૭ મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના છેલ્લા ૩૦ વર્ષના વરસાદની સરેરાશ ૭૪૧ મીમી છે. તેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૧.૮૪ ટકા વરસાદ નોંધાયો હોવાનું તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના વરસાદની ડેટા એન્ટ્રી રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે, તેમ કલેકટર ડો. ઓમ પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું.
જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા જોતા વરસાદનું પ્રમાણ અલગ-અલગ જોવા મળી રહ્યું છે. કેટલાક તાલુકાઓમાં સરેરાશની સામે ૭૦થી ૯૦ ટકા સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ ૫૦ ટકાથી પણ ઓછું છે. ખાસ કરીને ગોંડલ તાલુકામાં સરેરાશની સામે ૯૦.૦૫ ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉપલેટા તાલુકામાં માત્ર ૨૯.૮૮ ટકા વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ગોંડલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગોંડલ તાલુકાની છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ ૮૦૪ મીમી છે, જ્યારે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૭૨૪ મીમી વરસાદ નોંધાયો છે. આ પ્રમાણે ગોંડલમાં સરેરાશની સામે ૯૦.૦૫ ટકા વરસાદ થયો છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ગોંડલમાં કોઈ વરસાદ નોંધાયો નથી.
ગોંડલ બાદ જામકંડોરણા તાલુકામાં ૫૯૫ મીમી વરસાદ નોંધાયો છે. જામકંડોરણાની ૩૦ વર્ષની સરેરાશ ૭૬૧ મીમી છે અને અત્યાર સુધીમાં સરેરાશની સામે ૭૮.૧૯ ટકા વરસાદ નોંધાયો છે. કોટડા સાંગાણી તાલુકામાં અત્યાર સુધીમાં ૫૬૭ મીમી વરસાદ નોંધાયો છે. તાલુકાની છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ ૭૯૦ મીમી છે. તેની સામે અત્યાર સુધીમાં ૭૧.૭૭ ટકા વરસાદ નોંધાયો છે. જેતપુર તાલુકામાં ૫૧૨ મીમી વરસાદ નોંધાયો છે. જેતપુરની ૩૦ વર્ષની સરેરાશ ૭૭૫ મીમી છે અને સરેરાશની સામે ૬૬.૦૬ ટકા વરસાદ થયો છે.
રાજકોટ તાલુકામાં સરેરાશની સામે ૫૮.૩૬ ટકા વરસાદ નોંધાયો છે. ધોરાજીની ૩૦ વર્ષની સરેરાશ ૮૨૯ મીમી છે. અત્યાર સુધીમાં સરેરાશની સામે ૫૭.૭૮ ટકા વરસાદ નોંધાયો છે.. જસદણની છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ ૫૭૮ મીમી છે અને અત્યાર સુધીમાં ૬૦.૯૦ ટકા વરસાદ નોંધાયો છે.. પડધરીની ૩૦ વર્ષની સરેરાશ ૫૫૭ મીમી છે અને અત્યાર સુધીમાં સરેરાશની સામે ૫૪.૪૦ ટકા વરસાદ નોંધાયો છે.વિંછીયાની છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ ૫૪૩ મીમી છે અને અત્યાર સુધીમાં ૪૭.૧૫ ટકા વરસાદ થયો છે.
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ઉપલેટામાં સરેરાશની સામે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ઉપલેટાની છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ ૮૫૦ મીમી છે, જ્યારે અત્યાર સુધીમાં માત્ર ૨૫૪ મીમી વરસાદ નોંધાયો છે. આ પ્રમાણે સરેરાશની સામે ઉપલેટામાં ૨૯.૮૮ ટકા વરસાદ નોંધાયો છે
(2:52 PM IST)










