News of Monday, 18th May 2026
ચોમાસુ માથે છે...૭૦ વર્ષ જુની રૂખડીયા કોલોનીના ૨૫૦ પરિવારના ઝુંપડા ૨૬ ઓકટોબર સુધી હટાવો નહિ
શોર્ટ નોટિસથી આવડુ મોટુ વિસ્થાપન કરવુ તે કાયદાને સુસંગત નથીઃ પુનર્વસન બાબતે યોગ્ય વિકલ્પ આપોઃ ડીઆરએમ સમક્ષ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણીની રજુઆત

રાજકોટ તા.૧૮: સિનિયર સેક્સન ઈજનેરશ્રી પヘમિ રેલ્વે ડીવીઝન કોઠીકંમ્પાઉન્ડ રાજકોટ દ્વારા સાત દિવસની ટુંકી નોટિસ પાઠવી રેલવેતંત્ર ની દબાણ ગ્રસ્ત જગ્યા ખાલી કરવા જણાવેલ છે આ વિસ્તાર મા લગભગ ૨૫૦ પરિવારો છેલ્લા ૭૦ વર્ષ થી કુટુંબ પરીવાર સાથે વસવાટ કરેછે ત્યારે માનવીય અભિગમ અપનાવી આ ગરીબ પરીવારો સાથે ન્યાય કરવા કોંગ્રેસ અગ્રણી સર્વશ્રી ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી અને દિલીપ આસવાણીએ ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મિના સમક્ષ માંગણી કરી હતી.
લેખીત રજુઆતમાં જણાવાયુ છે કે, આપના દ્વારા પાઠવવામા આવેલ સાત દીવસ ની નોટિસમા પર્યાપ્ત સમય આપેલ નથી. જે કાયદા ને સુસંગત નથી. જે બાબતે પર્યાપ્ત ૩૦ દીવસ નો સમય આપવામા આવે તેવી અમારી માંગણી છે. આપના વિભાગ દ્વાર પાઠવવામા આવેલ નોટિસ મા આ વિસ્તાર મા વસવાટ કરતા પરીવારો ને પ્રથમ નામદાર સુપ્રીમ કોર્ટ ની સુચના મુજબ પુરાવાઓ રજુ કરી સાંભળવાની પુરી તક આપ્યા બાદ જ ડિમોલીશન અંગે ની અંતિમ નોટિસ આપવાની હોય છે. શોર્ટ નોટિસથી આવડુ મોટુ વિસ્થાપન કરવુ તે કાયદાને સુસંગત નથી.
નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ ૧૫- મે- થી લઈ - ૩૦ ઓક્ટોબર સુધી ના પ્રિમોનસુન કામગીરી અને ચોમાસા ને ધ્યાને લઈ માનવીય અભિગમ અપનાવી કોઈ પણ નાગરિક ને વિસ્થાપિત કરવામાં ન આવે ત્યારે આ ગાઈડ લાઈનને ધ્યાને લઈ આ વિસ્તારના લોકોને ઓક્ટોબર ૨૬ સુધી નો સમય આપવામા આવે.
આમ છતા પણ રેલવેતંત્ર ના વિકાસ કામો ને લઈ ઝૂંપડપટ્ટી ના દબાણો દૂર કરવા જરૂરી હોય તો કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંવાદ કરી આ વિસ્તાર મા છેલ્લા ૭૦ વર્ષ થી વસવાટ કરતા ૨૫૦ પરીવાર ના પુનર્વસન બાબતે યોગ્ય વિકલ્પ આપી ત્યાર બાદ જ ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ રજુઆત ગાયત્રીબા વાઘેલા- ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, અતુલ રાજાણી-પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શહેર કોંગ્રેસ-પ્રમુખ, દીલીપ આસવાણી-પૂર્વ કોર્પોરેટર, અશોકસિંહ વાઘેલા-એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી
(3:24 PM IST)










