News of Saturday, 26th September 2026
સોમવારથી જયાકિશોરીના વ્યાસાસને રાજકોટમાં યુવા કથા
સાધ્વીજી પ્રજ્ઞા ઠાકુર, ટાઇગર રાજાસિંગ, કેપ્ટન યોગેન્દ્ર યાદવજી વગેરે રાજકોટ પધારશે રેસકોર્ષ મેદાનમાં ત્રિદિવસીય ભવ્ય આયોજનઃ જર્મન ડોમનું નિર્માણઃ દરરોજ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોઃ સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતો પધારશે

યુવા કથા અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા સનાતન યુવા સમિતિના વિજય વાંક, ભરત દોશી, યોગીન છનિયારા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. રપઃ શ્રી સનાતન યુવા કથા સમિતિ રાજકોટ દ્વારા ત્રિ દિવસીય યુવા કથાનું તારીખ ૨૮ ૨૯ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજી ના વ્યાસાસને આ યુવા કથા યોજાશે.
રેસકોસ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં વરસાદી સીઝનને ધ્યાનમાં લઈને રાજકોટની ધર્મ પ્રેમી જનતાને તકલીફ ના પડે તે માટે ૫૦૦ ફુટ લાંબા જર્મન ડોમ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફુલ વિસ હજારથી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ની સાથે આઠ અલગ અલગ ગેટ મૂકવામાં આવેલ છે. પચાસ ફૂટ×સો ફૂટના ભવ્ય અને આકર્ષક સ્ટેજ પર થી દરરોજ અલગ અલગ કાર્યક્રમોની વણજાર યોજાશે.
૫૦ થી વધુ સીસીટીવી કેમેરા, એલઇડી સ્ક્રિન, આકર્ષક સાઉન્ડ, પાણી અને ટોયલેટ બ્લોક ની સુંદર વ્યવસ્થા, બાઉન્સર અને સીકયુરીટી ગાર્ડ, રેસકોર્સે ગ્રાઉન્ડમા સુંદર ર્પાકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા કુલ સમિતિ ના ૧૧૯ આયોજકો જેમને આ કથા ની સંપૂર્ણ જવાબદારી સંભાળી છે. જેમાં રાજકોટના નામાંકિત શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવીદો છે.
જેમાં ભરત દોશી, વિજય વાંક, યોગીન છનીયારા, દેવ કોરડીયા, મૌલેશભાઈ ઉકાણી, મનીષભાઈ માદેકા હરીશભાઈ લાખાણી, ગુણુભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, યોગેશભાઈ પુજારા, પરેશભાઈ ગજેરા, ડી.વી. મહેતા, હિરેનભાઈ ખીમાણીયા, અમુભાઈ ભારદિયા, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, ઘનશ્યામભાઈ હેરભા, જયેશભાઈ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, ભીમાભાઇ કેશવાલા, શૈલેષભાઈ જાની, દીપકભાઈ બેસ્ટ, સુજીતભાઈ ઉદાણી, જયભાઈ ખારા, બંકિમભાઇ મહેતા, મયુરધ્વજસિંહ જાડેજા, કાંતિભાઈ ભૂત, રાજવીરસિંહ વાળા, કળષ્ણસિંહ જાડેજા, ધીરુભાઈ ડોડીયા, ચંદુભા પરમાર, પીન્ટુભાઇ બોમ્બે સુપર, ઉદયભાઇ હુમ્બલ, સુરેશભાઈ ડેર, અવધેશભાઈ કાનગડ, હાર્દિકભાઈ કાનગડ, રાજુભાઈ પોબરૂ, મિલન કોઠારી, દિલીપભાઈ સખીયા, વીરાભાઇ હુંબલ, રમેશભાઈ ઠક્કર, અમિતભાઈ ત્રાંબડીયા, સુરેશભાઈ ઓગળજા, બીપીનભાઈ બેરા, બાલાભાઈ વાછાણી, ભરતભાઈ ડઢાણીયા, તીર્થરાજસિંહ ગોહિલ, મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ ચૌહાણ, સુનિલભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, રાજેશભાઈ મોવલીયા, વી પી વૈષ્ણવ, પરિમલભાઈ પરડવા, ડોક્ટર હિરેનભાઈ વિસાણી, હિતેશભાઈ નિમાવત, ડી કે કોઠારી, નીરવભાઈ બારોટ, નીરવભાઈ રાયચુરા, જશવંતસિંહ જાડેજા ઘંટેશ્વર, હાર્દિકભાઈ ફુગસિયા, વાસુરભાઈ હુંબલ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, રવિભાઈ વેકરીયા, અભિષેકભાઈ તાળા, મિતુલભાઈ ગોસ્વામી, અભિષેકભાઇ અઢિયા, પાર્થભાઈ ચૌહાણ, નૈમિશભાઈ પરસાણા, વિરેનભાઈ જસાણી, નિખિલ પોપટ, રાજુભાઈ મકવાણા જહેમત ઉઠાવી રહયા છે.
જયાકિશોરી પરિચય
જયા કિશોરી ભારતના જાણીતા કથાકાર અને પ્રેરણાદાયી વક્તા (મોટિવેશનલ સ્પીકર) છે. તેમનો જન્મ ૧૩ જુલાઈ ૧૯૯૫ના રોજ પヘુિમ બંગાળના કોલકાતા શહેરમાં એક ગૌડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવભગવાન શર્મા અને માતાનું નામ સોનિયા શર્મા છે. તેમનું મૂળ નામ જયા શર્મા છે.
તેમણે પ્રારંભિક શિક્ષણ કોલકાતાની મહાદેવી બિરલા વર્લ્ડ એકેડેમીમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નાનપણથી જ તેમના ઘરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ હતું. તેમના દાદા-દાદી તેમને ભગવાન કળષ્ણની વાર્તાઓ અને ભજનો સંભળાવતા હતા. આ સંસ્કારોને કારણે તેમનો ઝુકાવ નાની ઉંમરે જ આધ્યાત્મ તરફ થયો.
માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે વસંત પંચમીના તહેવાર પર ભજનો ગાવાનું શરૂ કર્યું હતું. દસ વર્ષની ઉંમરે તેમણે સુંદરાકાંડનું પઠન એકલા ગાઈને કર્યું હતું. ત્યારબાદ તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત કથાના વાચન દ્વારા દેશ-વિદેશમાં મોટી ઓળખ મેળવી. તેમની કથા વાચનની શૈલી સરળ, સ્પષ્ટ અને સંગીતમય હોવાથી લાખો શ્રોતાઓ તેમનાથી આકર્ષાયા છે. તેમના ગુરુ પંડિત ગોવિંદરામ મિશ્રજીએ તેમની ભક્તિ અને સમર્પણ જોઈને તેમને ‘કિશોરીજી' નું ઉપનામ આપ્યું હતું. ત્યારથી તેઓ ‘જયા કિશોરી' તરીકે ઓળખાય છે.
જયા કિશોરી માત્ર કથાકાર જ નથી, પરંતુ એક સફળ મોટિવેશનલ સ્પીકર પણ છે. તેઓ યુવા પેઢીને સનાતન ધર્મ, યોગ્ય જીવનમૂલ્યો, માનસિક તણાવમાંથી મુક્તિ અને સંસ્કારો અંગે માર્ગદર્શન આપે છે. તેમના યુટયુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો ફોલોઅર્સ છે.
તેઓ સામાજિક કાર્યક્રમોમાં પણ સક્રિય યોગદાન આપે છે. તેમની કથાઓમાંથી પ્રાપ્ત થતી આવકનો મોટો હિસ્સો નારાયણ સેવા સંસ્થાન અને વિકલાંગ બાળકોના કલ્યાણ અર્થે દાનમાં આપવામાં આવે છે. તેઓ બેટી બચાવો અને કન્યાદાન જેવા સામાજિક અભિયાનોમાં સહયોગ આપે છે. જયા કિશોરી પોતાની કથાઓ અને વિચારો દ્વારા સમાજમાં વસુધૈવ કુટુમ્બકમ્ અને આધ્યાત્મિક જાગળતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.(૬.૧૧)
રંગારંગ સાંસ્કળતિક કાર્યક્રમો
જયાકિશોરીજીના કાર્યક્રમમાં આગામી તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન વિવિધ સાંસ્કળતિક, પ્રેરક અને દેશભક્તિના રંગારંગ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પોતાના પરફોર્મન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે.
કાર્યક્રમની વિગતો આ મુજબ છેઃ તા. ૨૮-૦૮-૨૦૨૬ (સોમવાર, સમય સાંજે ૬:૩૦ કલાકે) પ્રથમ દિવસે જાણીતા લોક સાહિત્યકાર સાંઈરામ દવે, લોક ગાયક રાજ ગઢવી અને લોક ગાયક , મયુર દવે પોતાના સૂર અને સાહિત્યની રમઝટ બોલાવશે.
તા. ૨૯-૦૮-૨૦૨૬ (મંગળવાર, સમય સાંજે ૬:૩૦ કલાકે) બીજા દિવસે પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી નાથજીની ઝાંખી તેમજ જાણીતા વક્તાઓ અને કલાકારો નિધિબેન ધોળકીયા, અમીબેન ગોસાઈ, તેજસ શીંગાળીયા અને રાજેશ્વરીબા જાડેજા પોતાની પ્રેરણાદાયી પ્રસ્તુતિ આપશે.
તા. ૩૦-૦૮-૨૦૨૬ (બુધવાર, સમય સાંજે ૬:૩૦ કલાકે) ત્રીજા અને અંતિમ દિવસે લોક ગાયક ઉદય ધાધલ, મહારાસ ફેમ ભવેશ આહીર અને લોક સાહિત્યકાર શ્રી સુભાષબાપા જાલુ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. વિશેષ આકર્ષણઃ દેશભક્તિ રંગારંગ કાર્યક્રમ ૩૦-૦૮-૨૦૨૬ (બુધવાર) ના રોજ સાંજે ૫:૩૦ કલાકે અર્જુન પાજી (પાજી મ્યુઝિક) દ્વારા વિશેષ દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
વિશેષ ઉપસ્થિતિઃ કાર્યક્રમમાં પ્રિયંક ભરવાડ (પ્રખર લાકડી રાસ-અમદાવાદ) ની ખાસ ઉપસ્થિતિ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન તેજસ શીંગાળીયા (વ્રજ એન્ટરટેનમેન્ટ) દ્વારા કરવામાં આવશે. આ સાંસ્કળતિક મહોત્સવનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી અને કળારસિક જનતાને ભાવભર્યું નિમંત્રણ છે.(૬.૧૧)
(11:49 AM IST)










