<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા સદભાવના વૃધ્‍ધાશ્રમની મુલાકાતે : વડીલો સાથે આત્‍મીયસંવાદ : આધુનિક સુવિધાઓનું કર્યુ નિરીક્ષણ

રાજકોટઃ રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક આવેલા મોટા રામપર ખાતે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૅસદભાવના વળદ્ધાશ્રમૅની રાજકોટના ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે આશ્રમમાં નિવાસ કરતા વડીલો સાથે આત્‍મીય સંવાદ કરી તેમની ખબર-અંતર પૂછયા હતા તેમજ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રીઓએ ધારાસભ્‍યશ્રીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ ધારાસભ્‍યશ્રીએ આશ્રમના વિવિધ વિભાગોની મુલાકાત લઈ અહીં ઉપલબ્‍ધ અત્‍યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આધુનિક રસોડું, વિશાળ ડાઇનિંગ હોલ, મેડિકલ આઈ.સી.યુ. વિભાગ, પથારીવશ વડીલો માટેના વિશેષ કેર રૂમ્‍સ સહિતની વ્‍યવસ્‍થાઓને નજીકથી નિહાળી હતી. આશ્રમમાં વડીલોને આપવામાં આવતી આરોગ્‍ય સેવાઓ, ફિઝિયોથેરાપી, પોષણયુક્‍ત ભોજન, સ્‍વચ્‍છતા તેમજ સન્‍માનપૂર્ણ જીવન માટે ઊભી કરવામાં આવેલી વિવિધ વ્‍યવસ્‍થાઓ  નિહાળી હતી. તેમણે વડીલો સાથે સમય વિતાવી તેમની લાગણીઓ જાણી હતી અને સંચાલકો દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવળત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળાએ જણાવ્‍યું હતું કે, ૅસદભાવના વળદ્ધાશ્રમ માત્ર એક આશ્રયસ્‍થાન નથી, પરંતુ માનવતા, કરુણા અને સેવાના મૂલ્‍યોને જીવંત રાખતું પ્રેરણાસ્‍થળ છે. આ મુલાકાત દરમિયાન  જીતુભાઈ કાકડિયા તેમજ ખોડિયાર રાસ મંડળ ભીખાભાઇ આંબલીયા, જાદવભાઈ કાકડિયા, વલ્લભભાઈ પટેલ આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:42 PM IST)