<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગણેશ ચતુર્થી અને સંવત્‍સરીના પાવન પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્‍છાઓ પાઠવતા ધારાસભ્‍ય

પર્વો ભારતીય સંસ્‍કૃતિના આધ્‍યાત્‍મિક મૂલ્‍યો અને સામાજિક સમરસતાના વાહકઃ ઉદય કાનગડ

 

 

રાજકોટ, તા.૧૪: ગણેશ ચતુર્થી અને સંવત્‍સરીના પાવન પર્વ નિમિત્તે શહેરીજનોને રાજકોટ વિધાનસભા ૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનાગડે શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું છે કે, ભારતની પવિત્ર ભૂમિ પર ઉજવાતા વિવિધ ધાર્મિક અને સાંસ્‍કળતિક પર્વો માત્ર ઉત્‍સવ પૂરતા સીમિત નથી. પરંતુ તે માનવજીવનને સદવિચારો, સંસ્‍કાર, સેવા, સંયમ અને પરસ્‍પર પ્રેમનો માત્રી દર્શાવે છે. ગણેશ ચતુર્થી અને સંવત્‍સરી બંને પર્વો અલગ અલગ ધાર્મિક પરંપરાઓ સાથે સંકળાયેલા હોવા છતાં બંનેમ માનવકલ્‍યાણ, આત્‍મશુદ્ધિ અને સમાજમાં સદભાવના વધારવાનો સુંદર સંદેશ રહેલો છે.

શ્રી ગણેશજીને વિઘ્‍નહતી. બુધ્‍ધિદાતા અને શુભકાર્યના આરાધ્‍ય દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભગવાન શ્રી ગણેશજીની સ્‍થાપના અને આરાધના દ્વારા દરેક શુભ કાર્ય નિર્વિઘ્‍ન રીતે પૂર્ણ થાય,

 ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભગવાન શ્રી ગણેશજી સૌના જીવનમાંથી તમામ વિઘ્‍નો દૂર કરે, દરેક પરિવારને સુખ, શાંતિ, આરોગ્‍ય અને સમળદ્ધિ પ્રદાન કરે તથા સંવત્‍સરીના પવિત્ર અવસરે સૌના હૃદયમાં ક્ષમા, કરુણા, પ્રેમ અને પરસ્‍પર સદભાવની ભાવના વધુ મજબૂત બને તેવી ધારાસભ્‍ય ઉદય કાનગડે અંતરની શુભકામનાઓ પાઠવી હતી.

(2:59 PM IST)